Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

મકાન અને જાહેરમાં જુગાર રમતા ૩૭ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચે મકાનમાંથી ૧૮ તથા તાલુકા, માલવીયાનગર અને પ્રનગર પોલીસે ૧૭ને દબોચ્‍યાઃ સંજયનગર, રૈયાગામ પાસે, સ્‍લમ કવાર્ટર, શીવનગર અને વણકરવાસમાં પોલીસના દરોડા

રાજકોટ,તા. ૩ : શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં ચાલતા જુગારના અખાડા પર દરોડા પાડી ક્રાઇમ બ્રાંચે બે મકાનમાંથી ૧૮ અને તાલુકા, માલવીયાનગર અને પ્રનગર પોલીસે ૧૭ શખ્‍સોને તીનપતીનો જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના જામનગર રોડ પર જકાતનાકા પાસે સંજયનગરમાં એમ મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા ક્રાઇમબ્રાંચના પી.એસ.આઇ એમ.જે. હુણ, કોન્‍સ. પ્રદિપસિંહ જાડેજા સહિતે સંજયનગર શેરી નં.૧માં આવેલા મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક ચેતન બીપીનભાઇ ચૌહાણ, હસમુખ બાલકૃષ્‍ણભાઇ યાદવ, ગુલાબનગરના દીપક ખીમદાસભાઇ દાણીધારીયા, પુનીતનગર કર્મચારી સોસાયટીના કૃણાલ રમેશભાઇ દાણીધારીયા, પરાપીપળીયાના ઇમરાન સીંકદરભાઇ અલાણા, ગીર સોમનાથ ધાવાગામના કીરીટ મેપાભાઇ માકડીયા, દુધસાગર રોડ શકિત સોસાયટીના સોયબ ઉર્ફે જામનગરી કરીમભાઇ સમેચા, એકતા સોસાયટીના ગીતાબેન જીલુભાઇ સોનારા, કુવાડવા રોડ રોહીદાસપરા પુજાબેન લાલજીભાઇ શેજુ, સાંઢીયાપુલ પાસે નાગેશ્વર પાર્કના રેશ્‍માબેન હનીફભાઇ ઠેબા, શ્રીનાથજી સોસાયટીના દિવ્‍યાબેન વિજયભાઇ દેવડા, વિનાયક સોસાયટી શેરી નં. ૧૬ના અંબાબેન દિપકભાઇ અઘેરા, નાગેશ્વર પાર્ક રત્‍નમ એપાર્ટમેન્‍ટના પાયલબેન હેમલભાઇ ગૌસ્‍વામી, અને પુનીતનગરના પુજાબેન દિપકભાઇ દાણીધારીયાને પકડી લઇ રૂા. ૫૫,૬૦૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી.

જ્‍યારે બીજા બનાવમાં ક્રાઇમ બ્રાંચના હરદેવસિંહ જાડેજા તથા હેડ કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા સહિતે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રૈયાગામના કેતન બાબુભાઇ ટોયટા, વાલા કરણાભાઇ ટોયટા, મનહરપુરના ધના રાણાભાઇ ચૌહાણ, યુનિવર્સિટી રોડ નીલસીટી સંજય વાટીકા એપાર્ટમેન્‍ટના નારણભા રાણાભા ધાંધણીયા, સંતોષીનગરના લાખા ખોડાભાઇ વકાતર અને રૈયાધાર સોમનાથ સોસાયટીના નવધણ વાઘજીભાઇ શિયાળીયાને જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પકડી લઇ રૂા. ૮૭,૫૦૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.આઇ. વાય.બી.જાડેજા તથા જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

વણકરવાસમાં જાહેરમાં જુગાર રમતા ૯ ઝડપાયા

નાનામવા ગામ મોકાજી સર્કલ પાસે નારાયણ હોસ્‍પિટલ સામે વણકરવાસમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની એ.એસ.આઇ આર.બી. જાડેજા, કોન્‍સ. ધર્મરાજસિંહ, શીવભદ્રસિંહને બાતમી મળતા સ્‍ટાફ સાથે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા નાના મવા રોડ ભીમનગરના ભરત જેઠાભાઇ પરમાર, નાગર જીવાભાઇ પરમાર, રાજેશ અરવિંદભાઇ શુકલ, કિરણ કરશનભાઇ ચામડીયા, જીતેન્‍દ્ર હમીરભાઇ પરમાર, અશોક નારણભાઇ પરાર, રાજેશ હામાભાઇ પરમાર, ભરત વજુભાઇ વાઘેલા અને ગીરીશ અમરશીભાઇ પરમારને પકડી લઇ રૂા. ૧૨,૧૮૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.આઇ. એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ આર.બી.જાડેજા, જે.ડી.વાઘેલા, હેડ કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા, કિશન પાંભર, કોન્‍સ. હસમુખભાઇ સબાડ, ધર્મરાજસિંહ, હર્ષરાજસિંહ, કુશલભાઇ અને શિવભદ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી.

સ્‍લમ કવાર્ટર પાસેથી ચાર શખ્‍સો પકડાયા

જામનગર રોડ સ્‍લમ કવાર્ટર પાસે પ્રનગર પોલીસ મથકના પી.એસ.આઇ કે.સી.રાણા તથા કોન્‍સ. જયેન્‍દ્રસિંહ પરમાર સહિતે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા વિજય અશોકભાઇ વાઘેલા, જીતેશ બટુકભાઇ બારૈયા, નીલદીપ મહેન્‍દ્રભાઇ ઝાલા, રવિ શંકરભાઇ મકવાણાને જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પકડી લઇ રૂા. ૧૧,૬૦૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. જ્‍યારે રોહીત વિજયભાઇ વાઘેલા અને નરેશ જયંતીભાઇ ચુડાસમાની શોધખોળ હાથ ધરી છે.

શીવનગર મકાનમાંથી ચાર શખ્‍સો પકડાયા

ગોંડલ રોડ પર શીવનગર શેરી નં. ૭માં એક મકાનમાં જુગાર ધામ ચાલતુ હોવાની બાતમીના આધારે માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ એમ.એસ.મહેશ્વરી તથા કોન્‍સ. હિરેનભાઇ સોલંકી સહિત શિવનગર શેરી નં. ૭માં મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક હિતેષ ભૈરવદાસભાઇ રામાવત, એરપોર્ટ રોડ કલ્‍યાણનગર-૨ના વિજય કાંતીભાઇ કલોલા, ગોંડલ રોડ શીવનગર -૪ના દિગ્‍વીજયસિંહ દીલીપભાઇ ઝાલા, કરણપરાના કુલદીપ ભુપતભાઇ વાળાને પકડી લઇ રૂા. ૧૪,૫૦૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.આઇ. કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.એસ.મહેશ્વરી તથા સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(3:42 pm IST)