Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સુરત પોલીસની આશીર્વાદરૂપ કામગીરીઃ ૭ માસમાં ૩૭૦ બાળકોનો પતો લગાડી દીધો

ગરીબ કે રૂપિયાવાળા, વગદાર કે બિન વગદાર જેવા ભેદભાવ વગર થતાં કાર્યની અનેરી સિદ્ધિ : અજય કુમાર તોમર કહે છે કે અમારા અધિકારીઓ સાથે હાથ પગ જેઓ સ્‍ટાફ સતત કાર્યરત રહેવા સાથે ગૃહમંત્રી દ્વારા જે પ્રસંશાના પુષ્‍પો મળે છે,તે કામગીરીમાં ઊર્જા વધારે છે

રાજકોટ, તા.૩:  સુરત શહેરને ડ્રગ્‍સ મુકત બનાવવાના અભિયાનને પોલીસ કમિશનર અજયકુમાર તોમરને તમામ  અધિકારીઓ સાથે તમામ સ્‍ટાફ અને ખાસ કરી લોકોનો જબરજસ્‍ત સપોર્ટ મળવા સાથે રીઢા અને લોકોને પીડતા અપરાધીઓ વિરૂદ્ધ ઝુંબેશ કે જે બાબતે ટ્‍વિટ કરી  ખુદ રાજ્‍ય કક્ષાના ગૃહમંત્રી દ્વારા પ્રસંશાના પુષ્‍પો વેરાંયા તેનાથી પ્રોત્‍સાહિત બની લોકોની સમસ્‍યાઓ પ્રત્‍યે સીપી અજયકુમાર તોમર ટીમ દ્વારા ચાલતા મનોમંથન દરમિયાન સુરતમાં બાળકો ગૂમ થવાના મામલે પોલિસ દ્વારા ગરીબ તવંગરના ભેદભાવ વગર ચાલતા અભિયાનને વધુ બળવતર બનાવતા સાત માસ્‌ જેવા ટૂંકા ગાળામાં ૩૦૭ બાળકોને શોધી કાઢવામાં સફળતા મળી છે.               

સુરત શહેરમાં પર પ્રાંતીય મજદૂર કારીગર વર્ગ રોજી રોટી માટે વસ્‍યો છે, ઘણી વખત માતા પિતા મજૂરી કે અન્‍ય કામ માટે જાય તેવા સમયે બાળકો ગૂમ થવાની ઘટનાઓ વિશેષ બને આ બાબતે જયારે આવી ઘટના બન્‍ને તેવા સમયે પોલીસ કાફલો, ટેકનિકલ સર્વેલન્‍સ, બાતમીદાર, સીસીટીવી કેમેરા વિગેરે એક્‍ટિવ કરવા સીપી દ્વારા વણ લખ્‍યો નિયમ છે.

એડી.પોલીસ કમિશનર શરદ સિંઘલની સાથે સાથે ડીસીપી ક્રાઇમ, એસીપી ક્રાઇમ આર.આર સરવૈયા ટીમ, એસ. ઓ.જી પીઆઇ આર એસ. સુવેરાં,ડીસીપી રાજદીપસિંહ નકુમ વિગેરે તુરંત નેટ વર્ક એકિટવ કરતા હોય ત્‍યારે સૌરાષ્ટ્‌ પરંપરાના નાયબ પોલીસ કમિશનર સજ્જનસિંહ પરમાર, અને  લોક સમસ્‍યા  પ્રત્‍યે ખૂબ રસ પૂર્વક ફરજ બજાવતા હર્ષદ મહેતા કેમ પાછળ રહે, સૌરાષ્‍ટ્રના જેતપુરમાં ફરજ બજાવી સૌરાષ્‍ટ્ર સંસ્‍કળતિથી પરિચિત ડીસીપી સાગર બાગમાર માફક મહિલા પોલિસ અધિકારી પણ ખૂબ સક્રિય હોવાથી જબ્‍બર ટીમવર્ક પ્રસ્‍થાપિત થવાથી આ પરિણામ મળ્‍યા છે.                 

સુરતમાં ફરજ બજાવી હાલ નિવૃત્ત એવા એડી.સીપી એચ.આર. મુલિયાણા, હાલ અમદાવાદ ખાતે આઇબીમા ફરજ બજાવી રહેલા એસીપી જય પંડયા પણ રાજકોટની પરંપરા મુજબ ખૂબ સક્રિય રહેલ. આ નામ તો દ્રષ્ટાંત છે, અન્‍ય પીઆઇ દ્વારા પણ ખૂબ અસરકારક ભૂમિકા પોતાના તાબાના સ્‍ટાફ સાથે ભજવી હતી.                                                સુરતમા ઉદ્યોગ ગૃહોના સહયોગ દ્વારા આવા રેઢા બાળકોની સુરક્ષા માટે ખાસ સેન્‍ટર પણ હાલના પોલીસ કમિશનર અને તેમની ટીમ દ્વારા કાર્યરત કરવામાં આવ્‍યા છે. સીપી હમેશ કહે છે કે મારી ટીમ મારા માટે હાથ પગ છે તેમના સહયોગ મહત્‍વની છે, રાજ્‍ય સરકાર પણ ભરપૂર સહયોગ આપી ખુદ ગૃહમંત્રી અમારી પીઠ થાબડે છે, એની સીધી અસર અમારી કામગીરી પર થાય છે.

(3:41 pm IST)