Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ચકચારી લઠ્ઠાકાંડ : આઈ.જી. સુભાષ ત્રિવેદી કમિટીએ વચગાળાનો રિપોર્ટ સુપ્રત કર્યો

ઇન્ચાર્જ નશાબંધી વડા આઇએએસ એમ.એ. ગાંધી, ઇન્ચાર્જ એફએસએલ વડા એચ.પી.સંઘવી ટીમ ચેરમેન આઇપીએસની નિશ્રામાં તપાસનું ફલક વિસ્તૃત હોવાથી ઉપર છલ્લો રિપોર્ટ આપી સંતોષ લેવા ઈચ્છતા ન હોવાથી સમય મર્યાદા જાળવી ગઈ મોડી સાંજે ગ્રહ વિભાગને સીલબંધ કવરમાં રિપોર્ટ આપ્યો : નિર્લિપ્ત રાય જેવા સ્વચ્છ છબી સાથે નીડર અધિકારી તરીકે જાણીતા અધિકારી દ્વારા સમન્સ, લૂક આઉટ નોટિસ કાઢવાના પગલાંઓ આરોપીઓ વિહવળ બને તે પ્રકારના સમજી વિચારી લેવાઈ રહ્યાં છે : એમોસ કંપનીના સંચાલક સમીર પટેલ દ્વારા હાઇ કોર્ટમાં જામીન માંગવામાં આવતા પોલીસની રણ નીતિ કામબિયાબ કેવી રીતે નીકળી? જાણવા જેવું રહસ્ય

રાજકોટ તા. ૩: સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર અને મોટી જાનહાનિ સર્જવા નિમિત્ત બનેલ ઝેરી શરાબ અર્થાત્ લઠઠ્ઠા કાંડમાં નિમાયેલ સિટની તપાસનું સુપરવિઝન રાજ્ય પોલીસ તંત્રમાં ખૂબ સ્વચ્છ છબી સાથે કોઈની શહે શરમ વગર કાર્ય કરતા ગુજરાત ભરનું જ્યુરી ડી કશન ધરાવતા સ્ટેટ મોનીટરીંગ સેલનું સુપરવિઝન શ્રી નિર્લિપ્ત રાયને સુપ્રત થતાં તપાસનું ફલક જયાંથી મિથેનાયલ બોટાદ પંથકમાં પહોંચ્યું હતું. તેમના જવાબદાર મનાતા સમીર પટેલ સહિતના લોકો સુધી પહોંચતા, હાઇકોર્ટ સુધી સમીર પટેલ વિગેરે પોતાની ધરપકડ રોકવા જે રીતે આગોતરા જામીન માંગી સુપરવિઝન સાંભળતી ટીમનું કામ આસાન કરી દીધું હોવાનું ટોચના પોલીસ સુત્રો માની રહ્યા છે.                                

પોલીસ સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સમીર પટેલ સામે સહુ પ્રથમ તેમને પૂછપરછ માટે સમન્સ ઈશ્યું કર્યું, પોલીસને જાણ હતી જ કે સમીર પટેલ હાજર રહેવાનું મોટે ભાગે ટાળશે અને તેમ જ થયું.       

 સુપરવિઝન સંભાળનાર એસપી નિર્લિપ્ત રાય દ્વારા આરોપીઓ દેશ છોડી નાસી ન છૂટે તે માટે લુક આઉટ નોટિસ ઇસ્યુ કરાવતા જ આરોપીઓ હવે પોલીસ છોડશે નહિ તેવું સારી રીતે સમજી ચૂક્યા હોવાથી હાઇકોર્ટમાં પોતાની ધરપકડ થાય તેમ હોવાથી આગોતરા જામીન માટે માંગણી કરી, સૂત્રોના જણાવ્યા અનુસાર આ બધું અપેક્ષિત જ હતું. ઈન ડાયરેકટ આરોપી સંચાલક દ્વારા પોતે જાતે આરોપી હોવાની કબૂલાત કરી તેવો અર્થ કાયદે આઝમ જેવા અધિકારીઓ માની રહ્યા છે .             

અત્રે એ યાદ રહે કે ચૂંટણી સમયે જ આવી ઘટના ઘટતા અને આમ આદમી પાર્ટીને ગુજરાતની દારૃના અને હવે નશાના કારોબાર  અંગે લોકોમાં પ્રચાર કરવાની વ્યાપક તક મળી હતી, યોગનુયોગ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમયે ગુજરાત આવવાના હોવાથી આ બાબતે પોતાના સૂત્રો મારફત આગોતરી માહિતી એકઠી કરી દિલ્હીથી ગુજરાત પહોંચતા વેત શું, શું પગલાઓ લીધા? એવા સવાલોની ઉઘરાણી થાય તે પહેલાં જ રાજ્ય સરકારે અચાનક બોટાદ એસપી, અમદાવાદ ગ્રામ્ય એસપીની બદલી સાથે જેમનું સ્વૈચ્છિક રાજીનામુ મંજૂર થયેલ તેવા બોટાદના ડીવાયએસપી સાથે કુલ બે ડીવાયએસપી સહિત ૬ને સસ્પેન્ડ કરેલ.                              

દરમિયાન સચિવાલય સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ચકચારી લઠ્ઠઠા કાંડ માટે નિમાયેલ સીઆઈડી ક્રાઇમ આઈ.જી.પી સુભાષ ત્રિવેદી , આઇએએસ અને ઇન્ચાર્જ નશાબંધી વડા એમ. એ.ગાંધી અને ઇન્ચાર્જ એફએસએલ વડા એચ.પી. સંઘવીની બનેલ કમિટી દ્વારા આ મામલમાં ઉપર છલી તપાસ કરવાને બદલે મૂળ સુધી પહોંચી શકાય તે માટે ગઈકાલે સતાવાર રીતે વચગાળાનો રિપોર્ટ સુપ્રત કર્યાનું બહાર આવેલ છે.                         

સ્વચ્છ છબી ધરાવતા આ ત્રણે અધિકારીઓ નિષ્ઠાપૂર્વક અને તટસ્થપૂર્વક કામગીરી કરવા જાણીતા હોય અને બીજી તરફ સમય મર્યાદા હોય વચગાળાનો રિપોર્ટ આપ્યાનું જાણવા મળે છે.

(3:36 pm IST)