Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા ફિલ્મ મેકીંગ વર્કશોપ

(કેતનખત્રી)અમદાવાદઃ સપ્તરંગ ફિલ્મસોસાયટી દ્વારા બે દિવસીય ફિલ્મ મેકિંગ વર્કશોપનું ગુજરાત ટેકનોલોજીકલયુનિવર્સિટીના પ્રાંગણમાં આયોજન થયું છે. જેના ઉદ્દઘાટનમાં વાઇસ ચાન્સેલરો ડો. નવિનભાઇ શેઠ (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી) પદ્મશ્રી વામન કેન્દ્રેજી (ઇંડિયન થિયેટર ડાઇરેકટર, ભૂતપૂર્વ ડાઇરેકટર એનએસડી એકેડેમીશઅન), ગુજરાતી ફિલ્મ અભિનેતા મયુર ચૌહાણ ઉર્ફે માઇકલ, શ્રી વંદનભાઇ શાહ (સપ્તરંગ ફિલ્મ સોસાયટી, પ્રમુખ) તથા ભારતીય ચિત્ર સાધનાના પ્રમુખ ટ્રસ્ટી શ્રી અજીતભાઇ શાહ ઉપસ્થિત રહયા હતા. આ દરમ્યાન સપ્તરંગ ફિલ્મ સોસાયટીની અધિકૃત વેબસાઇટનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યું.બે દિવસીય ફિલ્મ મેકિંગ વર્કશોપમાં ગુજરાતમાંથી ૩૨ જેટલા નવા ઉભરતા ફિલ્મ નિર્માતાઓ પદ્મશ્રી વામન કેન્દ્રેજી (થિયેટર) વગેરે મહાનુભાવોના અનુભવોનું માર્ગદર્શન મેળવી રહ્યા છે.

 

(3:34 pm IST)