Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ગુજરાત રાજય કર્મચારી મહામંડળમાં પોરબંદર જીલ્લાના પ્રમુખપદે હિતેષભાઇ ભૂતિયા, મહામંત્રીપદે સહદેવસિંહ ભલગરીયા

રાજકોટ, તા. ૩ :  ગુજરાત રાજય કર્મચારી મહામંડળના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પોરબંદર જીલ્લા પ્રમુખ તરીકે હિતેશભાઇ ભુતિયા અને મહામંત્રી તરીકે  સહદેવસિંહ ભલગરીયાની વરણી કરવામાં આવી છે.

ગુજરાત રાજયના તમામ કર્મચારી મંડળોને આવરી લેતા ગુજરાત રાજય કર્મચારી મહામંડળની કારોબારી સમિતિ ગાંધીનગર ખાતે તા. ર૯-૦૭-ર૦રર ના રોજ ગાંધીનગર ખાતે યોજાય હતી. જેમાં ગુજરાત રાજય કર્મચારી મહામંડળના સંગઠનને મજબૂત બનાવવાના હેતુસર જિલ્લા કક્ષાના હોદ્દેદારોની વરણી કરીને ગુજરાત રાજય કર્મચારી મહામંડળના કાર્ય માટે જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં પોરબંદર જિલ્લાનાં જિલ્લા પ્રમુખ તરીકે ભારાવરી સીમ શાળાનાં મદદનીશ શિક્ષક હિતેષભાઇ ભુતિયાની અને પોરબંદર જિલ્લાના મહામંત્રી તરીકે જિલ્લા તિજોરી કચેરીના પેટા હિસાબનીશ સહદેવસિંહ ભલગરીયા (સંગઠન મંત્રી-ગુજરાત રાજય હિસાબી સેવા કર્મચારી મંડળ-ગાંધીનગર)ની વરણી કરવામાં આવી છે.

તેમ સહદેવસિંહ ભલગરીયા (મો. ૯૮૯૮૯ ૧પ૮૭૬) જિલ્લા મહામંત્રી-પોરબંદર, ગુજરાત રાજય કર્મચારી મહામંડળની યાદીમાં જણાવાયું છે.

રાજયના તમામ જિલ્લા યુનિટ મહામંડળના નિયંત્રણ હેઠળ કાર્ય કરવાનું રહેશે અને મહામંડળ તરફથી સોંપવામાં આવે તેવા તમામ કાર્યો પૂર્ણ કરવાના રહેશે. મહામંડળનું જિલ્લા યુનિટ ૦૧ જિલ્લા પ્રમુખ, ૦૧ જિલ્લો મહામંત્રી, ૦૧ જિલ્લા સંગઠનમંત્રી, ૦ર જિલ્લા ઉપપ્રમુખ, ૦ર જિલ્લા સહમંત્રી અને ૦૪ જિલ્લા સભ્‍યો મળી એમ કુલ -૧૧ સભ્‍યોનું રહેશે. મહામંડળના જિલ્લા યુનિટમાં નિમણુંક પામેલ જિલ્લા કક્ષાના કન્‍વીનર (જિલ્લા પ્રમુખ) અને સહ કન્‍વીનર (જિલ્લા મહામંત્રી) સિવાય જિલ્લાના અન્‍ય હોદ્દેદારોની નિમણુંક દિન-૧પ માં જિલ્લા કક્ષાના કન્‍વીનર (જિલ્લા પ્રમુખ) અને સહ કન્‍વીનર (જિલ્લા મહામંત્રી) દ્વારા મહામંડળના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી સાથે પરામર્શમાં રહીને કરવાની રહેશે અને આ અંગેની બહાલી ગુજરાત રાજય કર્મચારી મહામંડળની કારોબારી સભામાં મેળવવાની રહેશે.

નિમણુંક પામેલ હોદ્દેદારશ્રીઓને સરકારશ્રીના સંદર્ભ-૧ થી ૩ મુજબના ઠરાવો મુજબ મહામંડળની બેઠક કે મહામંડળની અન્‍ય પ્રવૃત્તિમાં હાજરી આપવા સરકારશ્રીના સામાન્‍ય વહીવટ વિભાગની હાલની સ્‍થાયી સુચનાઓ મુજબ મળવાપાત્ર સુવિધાઓ, હળવી કામગીરી તથા ખાસ પરચુરણ રજા મળવાપાત્ર રહેશે. તેમ પ્રમુખ ગીતાબા ચૌહાણ અને મહામંત્રી ભરતભાઇ ચૌધરીએ જણાવાયું છે.

(1:15 pm IST)