Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

નાયબ ચીટનીસ અને વિસ્‍તરણ અધિકારી સમકક્ષ છતાં ગ્રેડ પે માં મોટી વિસંગતતાઃ પંકજ મોદી

રાજકોટ તા. ૩ :.. ગુજરાત રાજય તલાટી મંત્રી મહામંડળના પ્રમુખ પંકજ મોદીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે વિસ્‍તરણ અધિકારી અને નાયબ ચીટનીસની કેડર અને કામગીરી સમાન છે. છતાં ગ્રેડ પે માં મોટો તફાવત છે. સીધી ભરતીના નાયબ ચીટનીસને અને કારકૂનમાંથી નાયબ ચીટનીસ બને તેને ૪ર૦૦ નો ગ્રેડ પે મળે છે.

જયારે વિસ્‍તરણ અધિકારીને ર૮૦૦નો ગ્રેડ પે મળે છે. સર્કલ ઇન્‍સ્‍પેકટરની જગ્‍યાને નાબુદ કરીને વિસ્‍તરણ અધિકારીની જગ્‍યા બનાવાયા પછી કામનું ભારણ વધ્‍યુ છે પણ ગ્રેડ પે નાયબ ચીટનીસ કરતા ઓછો મળે છે. આ અન્‍યાય દૂર કરવાની માંગણી છે.

પંકજ મોદીએ જણાવેલ કે વાટાઘાટ માટે સરકાર તરફથી હજુ સુધી આમંત્રણ મળ્‍યુ નથી. પ્રશ્નોનો નિકાલ ન આવે ત્‍યાં સુધી હડતાલ ચાલુ જ રહેશે.

(11:49 am IST)