Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

આયુષ કચેરી હેઠળના ૯૮ મેડીકલ ઓફસરોની બદલી

દસાડાના સમીર ગઢીયા વડાળીમાં, રાણાવાવના સ્‍નેહા પરમાર બાબરા ગીર, સણખલાના : ડીમ્‍પલ પંડયા કોલકીમાં: વાસાવડના નિખિલ ધામેલીયાની ગોંડલ સિવિલ હોસ્‍પિીટલમાં નિમણૂક

રાજકોટ, તા., ૩: રાજયના આરોગ્‍ય વિભાગ હેઠળની આયુષ નિયામક કચેરી દ્વારા મેડીકલ ઓફીસર અને રેસીડેન્‍ટ મેડીકલ ઓફીસર (વર્ગ-ર) કક્ષાના ૯૮ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

દસાડાના વૈદ્યસમીર ગઢીયા ઉપલેટાના વડાળીમાં સખલાણા (ભાણવડ)ના ડીમ્‍પલ પંડયા કોલકી (ઉપલેટા) દસાડાના દેવેન્‍દ્ર ચૌહાણ પીઠવડી (સાવરકુંડલા), ઉમરાળાના ઓગઠ ગામના ઋષિકુમાર મહેતા કોયલાણા (માણાવદર) કોયલાણાના છગનભાઇ કાતરીયા ચોગઠ, કનેસરા (જસદણ)ના રજની જાદવ કોરડા (ચુડા), મોરંમી (રાજુલા)ના આરતીબાળા રાઠોડ ચાડીયા (અમરેલી) મુકાયા છે.

નવાગામ (વલ્લભીપુર)ના જયદીપ રાઠોડ લાખણકા (પાલીતાણા), કુછડી (પોરબંદર)ના અભિન અગ્રાવત લાખણકા (પાલીતાણા), જુનાગઢના સંજય પોપટ કુછડી, દાહોદના દીપ્‍તી બોરીસાગર બળેજ (પોરબંદર), ઉપલેટા કોટેજ હોસ્‍પીટલના દિનાબેન પદ્મકુંવરબા હોસ્‍પીટલના જીતેશ પાદરીયા ઉપલેટા, ભાણખોખરી (ખંભાળીયા)ના  અંકીતા સોલંકી વિભાપર (જામનગર) નિમણુક પામ્‍યા છે. 

(11:47 am IST)