Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

પંચાયતના તલાટીઓની હડતાલનો બીજો દિવસઃ અમૂક માંગણીઓ સ્‍વીકારાશે

પંચાયતોની કામગીરી ખોરવાઇઃ પ્રશ્નો ન ઉકલે ત્‍યાં સુધી હડતાલ યથાવતઃ ર૦૦૪-૦પ પછીની નોકરી સળંગ ગણવા સરકાર સહમતઃ અન્‍ય મુદ્‌્‌ાઓ ચર્ચામાં: કાલે મહામંડળના સુકાનીઓ સાથે પંચાયત મંત્રીની બેઠક

રાજકોટ તા. ૩ :.. ગુજરાત રાજય તલાટી મંત્રી મંડળના આદેશ મુજબ ગઇકાલથી રાજયના ૮પ૦૦થી વધુ પંચાયત તલાટીઓ બેમુદતી હડતાલ પર ઉતરી જતા પંચાયતોની રોજીંદી કામગીરી ખોરવાઇ ગઇ છે. આજે કેબીનેટ બેઠકમાં આ મુદ્‌્‌ાની ચર્ચા થાય અને ત્‍યારબાદ કોઇ નિરાકરણ આવે તેવી શકયતા છે. સરકારે તલાટીઓની હડતાલ નિવારવા ધ્‍યાન કેન્‍દ્રીત કર્યુ છે. અમુક માંગણીઓ સ્‍વીકારવામાં આવે તેવા નિર્દેષ છે.

તલાટી સંગઠને વિવિધ માંગણીઓ સંદર્ભે આવેદન અને આખરીનામુ આપ્‍યા મુજબ ગઇકાલથી હડતાલ શરૂ કરી છે. ગઇકાલે તાલુકા મથકોએ દેખાવે કરવામાં આવ્‍યા હતાં. સરકાર માંગણીઓ સ્‍વીકારે નહિ ત્‍યાં સુધી હડતાલ યથાવત રાખવાનો નિર્ધાર તલાટી મહામંડળે વ્‍યકત કર્યો છે.

વર્ષ ર૦૦૪-૦પ પછીની ભરતીના તલાટીઓની ફીકસ પગારના સમયની નોકરીને સળંગ ગણવા સરકાર સહમત થયાનું જાણવા મળે છે. અન્‍ય માંગણીઓ અંગે પંચાયત વિભાગ દ્વારા અન્‍ય સબંધિત વિભાગો સાથે ચર્ચા ચાલે છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલએ પણ માર્ગદર્શન આપ્‍યું છે. કાલે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા તલાટી સંગઠનના આગેવાનોને બોલાવે તેવી શકયતા છે.

(4:16 pm IST)