Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ખરીફ વાવણી ૮૧ ટકાએ પહોંચી

રાજકોટ જિલ્લામાં મગફળીનું ૨૪૨૭૦૦ અને કપાસનું ૨૩૩૪૦૦ હેકટરમાં વાવેતર : મગફળી કરતા કપાસનું વાવેતર દોઢાથી વધુ : ટકાવારીની દૃષ્‍ટિએ સોયાબીન (૧૩૩.૭૩ ટકા) સૌથી આગળ

રાજકોટ તા. ૩ : રાજ્‍યમાં ખરીફ વાવેતરની દૃષ્‍ટિએ જુલાઇ મહિનો નિર્ણાયક રહ્યો છે. ગઇકાલ સાંજ સુધીની સ્‍થિતિએ નોર્મલ વાવેતર વિસ્‍તારની સામે રાજ્‍યમાં ૮૧.૩૮ ટકા વાવેતર થઇ ગયું છે. ગયા વર્ષે આ સમયગાળા સુધીમાં ૭૦૬૭૦૫૪ હેકટરમાં વાવેતર થયેલ ત્‍યાં આ વખતે ૭૦૨૪૭૯૧ હેકટરમાં થયું છે. મોટાભાગે મગફળી અને કપાસનું વાવેતર થયું છે. ટકાવારીની દૃષ્‍ટિએ ૧૩૩.૭૩ ટકા સાથે સોયાબીન સૌથી આગળ છે. કુલ ૨૧૧૨૫૫ હેકટરમાં વાવેતર થયું છે. આ પાકનો વાવેતર વિસ્‍તાર ૨૧૯૯૪૨ ગણાય છે.

રાજ્‍યમાં ખાસ કરીને સૌરાષ્‍ટ્રમાં મગફળી - કપાસનું સૌથી વધુ વાવેતર છે. સમગ્ર રાજ્‍યની રીતે જોતા અત્‍યાર સુધીમાં ૧૬૭૨૪૦૧ હેકટરમાં (૯૦.૭૬%) મગફળીની વાવણી થઇ છે. કપાસના બીજ ૨૫૦૪૩૯૦ હેકટરમાં વાવવામાં આવ્‍યા છે. તે વાવેતર વિસ્‍તારની દૃષ્‍ટિએ ૧૦૪.૩૩% થાય છે. ઉપરાંત ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, મઠ, અડદ, દિવેલા, ગુવારસીડ, શાકભાજી, ઘાસચારો વગેરે વાવવામાં આવેલ છે. કેટલાક વિસ્‍તારોમાં હજુ વાવણી ચાલે છે.

(10:40 am IST)