Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

અમદાવાદમાં સતત સ્વાઇન ફ્લૂના કેસ વધતા તંત્ર એલર્ટ

સ્વાઇન ફ્લૂ ઉપરાંત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોચાળાના કેસોમાં પણ વધારો થયો

અમદાવાદમાં સતત સ્વાઇન ફ્લૂના કેસ નોંધાઇ રહ્યા છે. જેને લઈ આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે. AMCના ચોપડે છેલ્લા એક મહિનામાં 30 કેસ નોંધાયા છે. જ્યારે સોલા સિવિલમાં એક દર્દીનું મોત થયું છે. સ્વાઇન ફ્લૂ ઉપરાંત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોચાળાના કેસોમાં પણ વધારો થયો છે.

વરસાદી ઋતુમાં અમદાવાદીઓ વિવિધ રોગો નો ભોગ બની રહ્યા છે. જુલાઈ મહિનામાં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના ચિંતાજનક કેસ નોંધાયા છે. એક મહિનામાં AMCના ચોપડે સ્વાઇન ફ્લૂના 30 કેસ નોંધાતા તંત્રમાં ચિંતા વધી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે.

જુલાઈ માસમાં સાદા મેલેરિયાના 98 અને ઝેરી મેલેરિયાના 2 કેસ નોંધાયા. ઝાડા ઉલ્ટીના 916 કેસ નોંધાયા, કમળાના 245 કેસ નોંધાયા. તો ટાઈફોઈડના 258 કેસ નોંધાયા.. ઓગસ્ટમાં બે જ દિવસમાં ડેન્ગ્યુના 43 અને ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા. વટવા, લાંભા અને સરસપુર વિસ્તારમાં સૌથી વધુ ટાઇફોઇડ અને કમળાના કેસ જોવા મળ્યાં છે. કોરોનાના કેસ વધતા AMC એ દૈનિક સેમ્પલ કલેક્શનમાં વધારો કર્યો છે. હાલ એક દિવસમાં 2500 જેટલા સેમ્પલ લેવાની કરાઈ રહી છે. દરમિયાન 9 ટકા કેસ પોઝિટિવ આવતા હોવાની સ્થિતિ છે.

(12:53 am IST)