Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

વાવડી ગામે માતાનાં ઠપકાથી લાગી આવતા પુત્રીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાવડી ગામની યુવતીએ માતાનાં ઠપકાથી લાગી આવતા ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર વાવડી ગામના સડક ફળિયામાં રહેતા નિશાબેન રાજેશભાઈ વસાવા (૨૦) નઓને તેની માતા વીણાબેન એ ઘરકામ બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા પોતાની જાગે ઘરનાં વાડામાં જઈ ઝેરી દવા પીધી હોય તેને રાજપીપળા સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ માં ખસેડાઇ હતી જ્યાં સારવાર દરમિયાન મોત નીપજતાં રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(10:16 pm IST)