Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

વલસાડ જિલ્લામાં માસ્ક વગરના લોકો પાસે ૫૦૦ નો દંડ: પોલીસ સાથે રકઝકમાં વધારો

કોરોના કહેર સામે ૫૦૦ના દંડની જોગવાઈ સામે જનતામાં ભભૂકતો રોષ

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડ જિલ્લાની અંદર જ્યારે કોરોના બેફામ બની રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા ૫૦૦ રૂપિયાના દંડ આપવામાં આવે છે જેથી જનતામાં ભભૂકતો રોષ પણ જોવા મળે છે વલસાડ જિલ્લાની અંદર પોલીસ સાથે રકઝક ના બનાવો બની રહ્યા છે

 સામાન્ય લોકો હાથપગ જોડી પોલીસને જવા દેવા માગણી કરી રહ્યા છે.પણ કહેવાય છે કે પોલીસને પણ ટાર્ગેટ આપવામાં આવતો હોય છે જેથી પોલીસે પણ ટાર્ગેટ પૂરો કરવાનો હોય છે જેથી પોલીસે પણ દંડ વસૂલવો પડતો હોય છે. જેથી સામાન્ય પ્રજામાં પોલીસની છબી ખરડાઇ રહી છે.અને લોકો સામે પોલીસ માત્ર ટાર્ગેટ બની રહી છે. વલસાડ જિલ્લામાં સામાન્ય પ્રજાજનો પરેશાન છે.

(10:36 pm IST)