Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

અમદાવાદના અમરાઈવાડીમાં હાટકેશ્વર પાસે યુવાનની ધોળાદિવસે કરપીણ હત્યા

મરનાર યુવક લોહી લુહાણ હાલતમાં તરફડીયા મારતો હતો અને લોકો રસ્તા પર ઉભા ઉભા ફકત જોઈ રહ્યા હતા

અમદાવાદના અમરાઈવાડીમાં આવેલા હાટકેશ્વર પાસે એક યુવાનની ધોળા દિવસે હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતા.આ બનાવને લઈ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

શહેરના હાટકેશ્વર પાસે ભાઈપુર વોર્ડમાં એક યુવાનને જાહેરમાં માર મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.જો કે, મરનાર યુવક લોહી લુહાણ હાલતમાં તરફડીયા મારી રહ્યો હતો અને લોકો રસ્તા પર ઉભા ઉભા ફકત જોઈ રહ્યા હતા.યુવાનને છાતીના ભાગમાં ઉપરા છાપરી ચપ્પુના ઘા માર્યા હતા.

આ બનાવની જાણ અમરાઈવાડી પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકને પીએમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.અમરાઈવાડી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવા માટે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

(8:52 pm IST)