Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

પ્રાંતિજના સિનેમા રોડ પર દિવસેને દિવસે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો:સફાઇને લીધે તંત્રની બેદરકારી જોવા મળતા લોકોના સ્વાસ્થ્યને જોખમ

પ્રાંતિજ:એક તરફ પ્રાંતિજ શહેર અને તાલુકામાં દિન પ્રતિદિન કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહયો છે અને કોરોનાના કારણે પ્રાંતિજ શહેર સહિત તાલુકામાં પાંચ લોકોનાં કોરોનાના કારણે મોત નિપજયા હોવા છતાં પ્રાંતિજ પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાવડરનો છંટકાવ કરવામાં આવતો નથી તેમજ શહેરના સિનેમાં રોડ પર કચરાના ઢગ જામ્યા હોવા છતાં તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી નિકળી જાય છે.

પ્રાંતિજ પાલિકાની પ્રાથમિક ફરજ છે કે નગરમાં વસતા લોકોની સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાઈ રહે તે માટે શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવું ગુજરાત સરકારે પણ સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત અંતર્ગત લાખો રૃપયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે અને બીજી તરફ  પ્રાંતિજ શહેર સહિત તાલુકામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળ્યો છે અને તાલુકામાં કોરોનાના કારણે પાંચ માણસોના મોત પણ નિપજયા છે ત્યારે પ્રાંતિજ શહેરના સિનેમા રોડ વિસ્તાર પર કચરાના ઢગ ખડકાયેલા જોવા મળે છે અને આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ પેદા થાય તેમ છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળે છે છતાં આ વિસ્તારમાંથી પાલિકા દ્વારા કચરો ઉપાડવામાં આવતો નથી તેમજ દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી. જાહેર માર્ગ હોવા ઉપરાંત આ રહેણાંક  વિસ્તાર પણ છે. પાલિકાના સત્તાધિશો તેમજ કોર્પોરેટરોએ પોતાના વોર્ડની સફાઈ યોગ્ય રીતે થાય છે કે નહિ તે જોવાની તેમની જવાબદારી છે અને પાલિકા પ્રમુખે પણ સમયાંતરે નગરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ શહેરની પરિસ્થિતિની જાણકારી મેળવી લોકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવી આવે તેવી માંગણી છે.

(4:14 pm IST)