Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

દહેગામ:ગાંધીનગર એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન દરોડા પાડી વરલી મટકાનો જુગાર રમાડતા શખ્સને ઝડપી જુગારીઓની ધરપકડ કરી

ગાંધીનગર:જિલ્લામાં પોલીસ જુગારની પ્રવૃતિ અટકાવવા માટે દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.વિપુલભાઈની બાતમીના આધારે  પોલીસ ટીમે દહેગામના અમીન કોમ્પ્લેક્ષમાં દરોડો પાડીને વરલી મટકાનો જુગાર રમાડતાં ભુપતસિંહ બાબરસિંહ ચાવડા રહે.નાંદોલ, જાકીર હુસૈનભાઈ શેખ રહે.શાસ્ત્રીનગર સોસાયટી દહેગામ અને લવાડના ખાલીદમીયા ઈકબાલ મીયા શેખને ૧૦૩૪૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જાકીર શેખ અને ખાલીદ મીયાને ભુપતસિંહે પગાર ઉપર રાખીને આ વરલી મટકાની જુગારની પ્રવૃતિ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે જે સંદર્ભે દહેગામ પોલીસમાં ગુનો નોંધાયો છે. 

(4:13 pm IST)