Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

અમદાવાદના એસજી હાઇવે પર મકાનના ફળિયામાંથી પોલીસને ગળું કાપેલ હાલતમાં લાશ મળી આવતા તપાસ શરૂ

અમદાવાદ:એસજી હાઈવે ઉપર આવેલી નિરમા યુનિર્વસિટી પાછળના ભાગે બુધવારે સવારે પોલીસને ગળુ કાપેલી લાશ મળી આવી હતી. જે મામલે સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસને મળેલી લાશ બાબતે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા પત્નીએ તેના જીજાજી સાથે મળીને પતિનું કાળસ કાઢી નાખ્યુ હતુ. ક્રાઈમ બ્રાન્ચે મૃતકની પત્ની અને સાઢુની ધરપકડ કરીને પુરાવા એકઠા કરવા માટે તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જગતપુર રોડ પર ઉમા ટેર્નામેન્ટમાં ભાડાના મકાનમાં દિલીપ રમેશભાઈ પંચાલ તેની પત્ની શિલ્પાબેન અને દીકરી ક્રિષ્ણા તથા જાનુ સાથે રહેતો હતો. દિલીપ પંચાલ તેના ઘરેથી બુધવારે સાંજે સાડા આઠ વાગ્યાથી તેના ઘરેથી બાઇક લઈને ગયા બાદ તેનો કોઈ પત્તા લાગ્યો નહોતો.બીજી તરફ જગતપુરની ઝાળીઓમાંથી દિલીપની ગળું કાપેલ હાલતમાં લાશ મળી હતી. સોલા પોલીસે ખૂનનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

મૃતક દીલીપ પંચાલ અને તેની પત્ની શીલ્પાને લાંબા સમયતી ખટરાગ ચાલતો હતો. બન્ને અલગ પણ થવા માગતા હતા. પરંતુ સંતાનોમાં એક દીકરો અને દીકરી હોવાથી ઘરના વડીલો તેમને અલગ થતા અટકાવ્યા હતા. પોલીસે દીલીપની પત્ની શીલ્પાની પુછપરછ કરતા તે શંકાસ્પદ માલુમ પડી હતી. ક્રાઈમ બ્રાન્ચે ટેકનીકલ સ્ટાફની મદદથી હત્યા પહેલા અને બાદમાં શીલ્પા સહિતના પરિવારના સભ્યોના લોકેશન ચેક કર્યા હતા. જેમાં મૃતક દીલીપનો સાઢુ હરેશ પંચાલ શંકાના દાયરામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે હરેશ અને શીલ્પાની સદ્યન પુછપરછ કરતા બ્ને ભાંગી પડયા હતા. અને દીલીપનો કાંટો કાઢી નાંખવાની યોજના બનાવી તેની હત્યા કરી નાંખી હતી.

(4:45 pm IST)