Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

શો-કોઝ નોટીસ અપાશે, પગલાનો આધાર જવાબ પરઃ અમિત ચાવડા

રાજકોટ, તા., ૩: જિલ્લા પંચાયતના કોંગ્રેસના વીસેક સભ્યોએ ભાજપના સહકારથી બળવો કરી સમીતીઓની રચના કરતા કોંગ્રેસ હાઇકમાન્ડે શિસ્તભંગની જરૂરી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ બાબતે જણાવેલ કે પાર્ટીના વ્હીપનો અનાદર કરનાર તમામ સભ્યોને શો-કોઝ નોટીસ અપાશે. નોટીસ સંભવત આજે જ નિકળી જશે. નોટીસ મેળવનાર સભ્યો શું જવાબ આપે છે? તેના આધારે પાર્ટી આગળની કાર્યવાહી નક્કી કરશે.

(3:55 pm IST)