Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

નિયોપોલીટન પિઝાનું ફૂડ અને કયુએસઆઈ કેટેગરીમાં SME ઓફ ધ યરનું બહુમાન

 અમદાવાદ : ભારતની સૌથી વધુ ઝડપથી વિકસતી પિઝેરીયા ચેઈન અને ગુજરાતની પ્રથમ કિલક સર્વ રેસ્ટોરન્ટસમાં સમાવેશ પામતી નિયોપોલિટન  પિઝાનું ફૂડ અને યુએસઆર કેટેગરીમાં એસએમઈ ઓફ ધ યર ૨૦૧૮થી બહુમાન કરવામાં આવ્યું છે. કંપનીને ઇટી એન્ટરપ્રાઈઝ આઈકોન ૨૦૧૮ તરીકેની આ સિધ્ધિ તેના આહારની પોસાય તેવી કીંમત, નોંધપાત્ર ગુણવત્ત્।ા, સર્વિસ તથા બિઝનેસ મોડેલ અંગે નવતર પ્રકારના અભિગમને કારણે હાંસલ થઈ છે.

સંપૂર્ણતાના બેન્ચમાર્કને જાળવી રાખતાં, વડોદરા સ્તિથ મુખ્ય મથક ધરાવતા અને એનએસઈ-એસએમઇ લિસ્ટેડ પિઝેરીયાએ અત્યારસુધી ૮ મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપી છે અને તે ક્રમશઃ પોતાના હોમ ટાઉન વડોદરા અને પશ્ચિમનાં બજારોમાં વિસ્તરણ કરી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિસ્તરણ કરી રહેલી આ કયુએસઆર કંપની ભરૂચ, સુરત, પોરબંદર, વસાઈ, પુના અને જલગાંવ ઉપરાંત વડોદરામાં આ મહીને ૩ નવાં કેન્દ્રો શરૂ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

(3:39 pm IST)