Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

ગાંધીનગર ભાજપમાં ભડકો :મેયરે કહ્યું સંગઠન કહેશે તો રાજીનામુ આપી દઈશ

સામાન્ય સભામાં ડેપ્યુટી મેયર સહિત ભાજપના 16 કોર્પોરટરો ફરક્યા જ નહીં

ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભાની બેઠકમાં શાસક પક્ષના નેતાઓ ગેરહાજર રહેતા પક્ષના નરાજગી ખુલી પડી છે તંત્ર દ્વારા 89 લોકોને રહેણાંક વિસ્તારમાં કમર્શિયલ વ્યવસાય કરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ ગાંધીનગરના મેયરે આ મામલે કોંગ્રેસ પક્ષને સામે ચાલીને ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ સામાન્ય સભામાં મનપાના ડેપ્યુટી મેયર સહિત ભાજપના 16 કોર્પોરટરો ફરક્યા જ નહોતા.

  ભાજપના જ કોર્પોરેટરોમાં મેયરની કામગીરી પ્રત્યે નારાજગી પ્રવર્તી રહી છે.ત્યારે મેયરે જણાવ્યું હતું કે તમામ કોર્પોરેટરો કોર્પોરેશનમાં જ હાજર હોવા છતા તેઓ બેઠકમાં હાજર રહ્યા નહોતા. મેયરે સ્પષ્ટતા કરી કે જો ભાજપ સંગઠન કહેશે તો તેઓ રાજીનામું ધરી દેશે…

(1:38 pm IST)