Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

નર્મદા જિલ્લામાં આજે વધુ ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ત્રણેય દર્દી સુરતથી આવેલ રત્ન કલાકાર

 

(ભરત શાહ દ્વારારાજપીપળા : અનલોક બાદ નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે એસ આર પી કેમ્પ કોરોનાના સંક્રમણમાં સપડાયા બાદ રાજપીપળામાં બે પોઝિટિવ કેસ નોંધાયા હતા બાદ આજે નર્મદા જિલ્લાના તિલકવાળા તાલુકાના કકડીયા ગામના ત્રણ પોઝિટિવ કેસ મળી આવ્યા છે

 

 નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ કશ્યપના જણાવ્યા મુજબ ગતરોજ મોકલેલ ૭૦ માંથી સેમ્પલના રીપોર્ટ આજે પોઝિટિવ આવ્યા છે ત્રણે તિલકવાળા તાલુકાના કાકડીયા ગામના પુરુષ પોઝિટિવ આવ્યા છે તેઓ સુરતના રત્ન કલાકાર છે તેઓ લી જુલાઈ ના દિવસે સુરતથી તિલકવાળા ના કાકડીયા ગમે આવ્યા હતા

હાલ કુલ ૨૫ દર્દી રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ છે અને આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૯૩ કેસ કોરોનાના પોઝિટિવનોંધાયા છે આવે વધુ ૬૨ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે આજે સાજા થયેલ દર્દીઓને રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં થી રજા આપવામાં આવી છે

(11:30 pm IST)