Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

શનિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુરત જશે : કોરોના નિયંત્રણના ઉપાયો,સારવારની સુવિધા સહિતની સ્થિતિની સમીક્ષા માટે બેઠક કરશે

નાયબ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ,મુખ્ય અગ્ર સચિવ સહિતના વરિષ્ઠ પણ સુરત પહોંચશે

અમદાવાદ : મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે ત્યાંની આરોગ્ય સેવાઓની સ્થિતિ ની સમીક્ષા અને જિલ્લા તંત્રની સજજતા નો ચિતાર મેળવવા આવતી કાલે  શનિવારે  4 જુલાઈ એ સવારે સુરત જશે  

  મુખ્ય મંત્રી  સુરત જિલ્લા તંત્ર એ હાથ ધરેલા કોરોના સંક્રમણ નિયંત્રણના ઉપાયો પગલાંઓ અને સારવાર સુવિધાઓની માહિતી સુરતમાં બેઠક યોજીને મેળવશે
  નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ મુખ્ય સચિવ અનિલ મુકિમ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે .કૈલાસનાથન સહિત ના વરિષ્ઠ સચિવો પણ મુખ્યમંત્રી  સાથે સુરત જવાના છે.
 વિજય ભાઈ રૂપાણી આવતીકાલે સવારે 10 30 કલાકે સુરત પહોંચશે અને બપોર બાદ ગાંધીનગર પરત આવશે

(7:34 pm IST)