Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી : ખેતીને લાભ થશે

આગામી ચાર દિવસમાં સારા વરસાદની આગાહી : સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે ૪ થી ૭ જુલાઈ સુધીમાં રાજ્યમાં સારો વરસાદ થશે

અમદાવાદ, તા. ૩ : રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થયા બાદ લોકો સાર્વત્રિક વરસાદની રાહ જોઈએ રહ્યા છે.ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટ ડૉક્ટર જ્યંત સરકારે જણાવ્યું છે કે, એક સાકલોનીક સર્ક્યુલેશનન સક્રિય થઈ રહ્યું છે. જેના કારણે ૪ જુલાઈથી ૭ જુલાઈ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થશે. અને અનુમાન છે કે સાર્વત્રિક વરસાદ થશે. આ વરસાદ ખેતીના પાક માટે ફાયદો કરાવશે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. કારણે કે દરિયામાં પવન અને લહેરોની ગતિ તેજ રહશે. ૪ થી ૭ જુલાઈ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ સહિતના જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ થશે.

 જોકે અમદાવાદ ગ્રામ્યમાં વરસાદ થશે જ. પરંતુ અમદાવાદ શહેરમાં પણ પાંચમી જુલાઈના વરસાદની આગાહી કરવામાં આવી છે.  ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ ૧૫.૯૨ ટકા વરસાદ થયો છે. ક્ચ્છમાં અત્યાર સુધીનો ૨૭.૨૯ ટકા વરસાદ નોંધાયો છે. તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૯.૩૩ ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં ૨૫.૪૪ ટકા વરસાદ થયો છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં ૧૪.૭૨ ટકા અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૧૧.૯૪ ટકા વરસાદ નોંધાયો છે.  સામાન્ય રીતે, ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદ ઓછો હોય છે. પરંતુ જૂન મહિનામાં પ્રી મોનસૂનનો જ વરસાદ ખૂબ સારો થયો છે. અને ત્યારબાદ વિધિવત્ ચોમાસાનો વરસાદ થયો છે. પરંતુ વિધિવત્ ચોમાસાના વરસાદ બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે આગામી ચાર દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદ થશે તો કેટલા વિસ્તારમાં ભારેથી અતિભારે પણવરસાદની આગાહી કરવામાં આવી છે.

(7:31 pm IST)