Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સુરતની હીરાબજારમાં કામકાજનો લાભ ઉઠાવી 10કરોડનો માલ સામાન મેળવી દલાલ રફુચક્કર

સુરત:લોકડાઉન બાદ હીરાબજારમાં કામકાજ શરૃ થતાંતેનો લાભ ઉઠાવીને એક દલાલ રુ. 10 કરોડનો પોલીશ્ડનો માલ વેપારીઓ અને મેન્યુફેક્ચરર્સ પાસેથી મેળવીનેફરાર થઇ ગયો છે. વાસ્તવમાંવેપારીઓ અને મેન્યુફેક્ચરર સાથે સીધેસીધી છેતરપિંડી કરવામાં આવી છે. દલાલે પોલીશ્ડ સસ્તામાં રોકડેથી વેચીને અને જૂની ચિઠ્ઠીઓ કપાવીને પૈસા મેળવ્યા છે.

વીસેક દિવસ પહેલાં મુંબઈ બીકેસીમાં પણ એક વેપારીએ આવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને રૃા.25-30 કરોડમાં ઉઠમણું કર્યું હતું. ત્યારે સુરતના દલાલે પણ બજારમાં કામકાજો ખૂબ ધીમાં થયાં હતાંત્યારે ચોક્કસ રેન્જમાં માલની ડિમાન્ડ છેએવું જણાવીને મહિધરપુરા હીરાબજારચોકસી બજાર અને માનગઢ ચોકમાંથી છેલ્લાં થોડાં દિવસોમાં 100થી લઇને 200 કેરેટ સુધીનો પોલીશ્ડનો માલ વેચવા માટે મેળવ્યો હતો.

મેન્યુફેક્ચર્સ અને વેપારીઓને વિશ્વાસ બેસે તે માટે જૂની ચિઠ્ઠીઓનું પણ પેમેન્ટ કરાવી આપવાનો વિશ્વાસ આપી હોવાનું જૂની ચિઠ્ઠીઓ મેળવી લીધી હતી. જેઓએ ચિઠ્ઠી ઉપરાંત પોલીશ્ડનો માલ આપ્યો હતોતેઓએ બન્ને ગુમાવ્યાં હતાં. કેટલાંકે રૃા.કરોડ અને સવા કરોડનો માલ આપ્યો હોવાનું પણ બજારમાં ચર્ચાઈ રહ્યું છે. દલાલ હાલ ક્યાં છે તે કોઇને ખબર નથી. પણ ભોગ બનેલા વેપારીઓ અને મેન્યુફેકચરર્સ દોડતા થઇ ગયા છે. ચર્ચા મુજબ દલાલે બધો માલ બજારમાં સસ્તામાં વેચી પૈસા ગજવે ઘાલ્યા છે. જુના સોદાઓના પૈસા અપાવવાની લાલચ આપીને ચિઠ્ઠીઓ મેળવીને પણ નાણાં ઉઘરાવી લીધા છે.

(5:20 pm IST)