Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

વડોદરાના સલાટવાડા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી ગયેલ ગાયને બહાર કાઢવા અગ્નિશમન દળની ટીમે કલાકોની જહેમત બાદ સફળતા મેળવી

વડોદરા:શહેરના સલાટવાડા વિસ્તારની સરકારી વસાહતમાં ખુલ્લી રહી ગયેલી ગટરમાં ગાય પડી જતા તેને બહાર કાઢવા અગ્નિશમન દળની મદદ લેવામાં આવી હતી. આજે સવારે વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલી સરકારી વસાહતની ખુલ્લી ગટરમાં ગાય પડી ગઈ હતી. જેની જાણ આજુબાજુમાં રહેતા લોકોને થતાં તેઓએ ગાયને બહાર કાઢવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓથી ગાય બહાર નહીં નીકળતાં આખરે અગ્નિશમન દળના જવાનોને જાણ કરવામાં આવી હતી..

વડોદરા અગ્નિશમન દળના જવાનોએ સલાટવાડા સરકારી વસાહત ખાતે પહોંચી જઈ ગટરમાં પડી ગયેલી ગાયને પહેલા પાણી છાંટીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે નહીં નીકળતાં આખરે દોરડા વડે બાંધીને 15 ફૂટ ઊંડે ફસાઈ ગયેલી ગાયને બહાર કાઢી હતી.

(5:14 pm IST)