Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ચાઈનાના મોબાઈલનું પણ વેચાણ નહિ કરે અમદાવાદના વેપારીઓ

શાઓમી, વીવો, એપ્પો, રિયલમી જેવી કંપનીઓ ચીનની

અમદાવાદ,તા.૩:  અમદાવાદ સ્થિત ચાઈના માર્કેટ તરીકે ઓળખાતા કૉમ્પલેક્સના વેપારીઓએ દેશદાઝ દાખવતા મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવેથી તેઓએ કોઈપણ પ્રકારના ચાઈનીઝ મોબાઈલ અને તેના સ્પેરપાર્ટ્સ નહીં ખરીદવાનો નિર્ણય કર્યો છે.આટલું જ નહીં, આ વેપારીઓએ દેશને વધારે મહત્વ આપીને પોતાની પાસે રહેલા ચાઈનીઝ મોબાઈલના સ્ટૉકની કિંમતમાં પણ વધારો કરી દીધો છે. જેથી કરીને ગ્રાહકો આવા ચાઈનીઝ મોબાઈલની ખરીદીથી દૂર રહે.

આ માટે વેપારીઓ અલગ-અલગ વેબસાઈટ પરથી ઓનલાઈન મોબાઈલની ખરીદી કરીને ચાઈનીઝ મોબાઈલનો સ્ટોક ખાલી કરી રહ્યાં છે. આ વેપારીઓએ ભવિષ્યમાં ચાઈનીઝ મોબાઈલ કે ચાઈનીઝ સ્પેરપાર્ટ્સની ખરીદ-વેચાણ ન કરવાનો નિર્ણય લીધો છે.દેશમાં સ્માર્ટફોનનું માર્કેટ ૨ લાખ કરોડ રૂપિયાનું છે,  શાઓમી, વીવો, એપ્પો અને રિયલમી જેવી બ્રાન્ડસ ચીનની છે.

(3:12 pm IST)