Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

અમદાવાદ શાહપુરના યુવકે બુલેટ સાથે ટુ-વ્હીલર એમ્બ્યુલન્સ બનાવી

રાજસ્થાનના એક વેપારીની માંગણીને ધ્યાનમાં લઈને યુવકે કૌશલ્ય દેખાડ્યું

અમદાવાદના શાહપુરમાં રહેતા એક યુવકે રાજસ્થાનના એક વેપારીની માંગણીને ધ્યાનમાં લઈને તેણે ટુ-વ્હીલર એમ્બ્યુલન્સ બનાવી આપી છે. રાજસ્થાનના વેપારીએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના અમુક ઇન્ટીરીયર ગામડાઓમાં લોકોને સારવાર માટે એમ્બ્યુલન નથી પહોચી શકતી. કારણ કે ત્યાં પાકા રસ્તા નહિ હોવાથી ફોર વ્હીલર એમ્બ્યુલન્સ ગાડી અંદર જઈ શકતી નથી, તેના માટે મોટર સાઈકલ એટેચ્ડ એમ્બ્યુલન્સ હોય તો લોકોને સમયસર સારવાર આપી શકાય.

  આ વાત જાણ્યા પછી અમદાવાદના શાહપુરમાં રહેતા અને સાઇડકારનો વ્યવસાય કરતા ઉપેન્દ્ર ચૌહાણે બુલેટ મોટર સાઈકલ સાથે સાઇડકાર માં એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ સાથેની ટુ-વ્હીલર એમ્બ્યુલન્સ બનાવી આપી છે. જેમાં એર સર્ક્યુલેશન ની સાથે પંખો, ઓક્સીજન બોટલ મુકવાની જગ્યા અને બુલેટની સીટ ની નીચે મેડીકલ બોક્સ રાકવાની પણ સુવિધા ઉભી કરી આપી છે. હવે આ ટુ-વ્હીલર એમ્બ્યુલન્સને રાજસ્થાનના તે વેપારી પાસે મોકલી આપવામાં આવશે. આપણે ઈચ્છીએ કે રાજસ્થાના ગામડાઓમાં આ ટુ-વ્હીલર એમ્યુલન્સ લોકોની રક્ષા કરવામાં કામ લાગે.

(1:07 pm IST)