Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સુરતમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતા તાત્કાલીક ધોરણે ૧ હજારના સ્ટાફની વ્યવસ્થા

રાજકોટ, તા. ૨ :. સુરતમાં પરિસ્થિતિ હવે અમદાવાદ કરતા પણ વિકટ બનતી જઈ રહી છે ત્યારે સુરતમાં તાબડતોબ ૧ હજાર સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા ડોકટર, નર્સ સહિતના સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે. વધતા જતા કેસને લઈને આયોજન કરાયુ છે. એમબીબીએસ ઈન્ટરશીપ, પીજી અભ્યાસપૂર્ણ કરનાર તબીબ ફરજમાં જોડાશે. તમામ સ્ટાફની રહેવાની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં ૬૭૫ કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરતમાં ૨૦૧ કેસ નોંધાયા છે. કોરોના કેસ હવે અમદાવાદ અભ્યાસપૂર્ણ કરનાર તબીબ ફરજમાં જોડાશે. તમામ સ્ટાફની રહેવાની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.

સરસાણા કન્વેકશન હોલમાં કોવિડ ૧૯ હોસ્પીટલ તૈયાર કરવાની મંજુરી મળી છે. ૮૧૦ બેડની સુવિધા ઉભી કરવાની તૈયારી કરાઈ છે. જે માટે ૬ કરોડનો ખર્ચ કરાશે તો બીજી તરફ, સાંસદ સી.આર.પાટીલની સહાયથી અલથાણ કોમ્યુનિટી હોલમાં ૧૮૦ બેડની સુવિધા ઉભી કરાઈ છે. આ હોલ પણ શનિવાર સુધીમાં સુરત મહાનગરપાલિકાને સોંપી દેવાશે. જેથી સુરતમાં કોરોનાની સારવાર ઝડપી બનશે.

(11:21 am IST)