Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ATM-બેન્કિંગ ચાર્જમાંથી મૂક્તિના દિવસો પુરા: બેન્કો ફરી ગ્રાહકોના ખિસ્સા ખંખેરશે

એટીએમથી રોકડ ઉપાડથી લઇને બેલેન્સ સુધીની બેન્કિંગ સેવા ઉપર ચાર્જ ચૂકવવો પડશે

 

અમદાવાદઃ કોરોનાના સંકટકાળમાં બેન્કિંગ ચાર્જમાંથી મૂક્તિના દિવસો સમાપ્ત થઇ રહ્યા છે અને હવે એટીએમથી રોકડ ઉપાડથી લઇને બેલેન્સ સુધીની બેન્કિંગ સેવા ઉપર ખાતાધારકો તગડો ચાર્જ ચૂકવવા માટે તૈયાર રહો. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ત્રણ મહિના સુધી સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે ખાસ કરીને બેંકિંગ સેવા સંબંધિત અનેક પગલાંઓની જાહેરાત કરી હતી.

જેમાં બેન્ક ખાતામાં લઘુતમ બેલેન્સ જાળવી રાખવાના નિયમમાં સંપૂર્ણ માફી અને કોઈપણ બેંકના એટીએમમાંથી ચાર્જ મૂક્ત રોકડ ઉપાડ શામેલ છે. તેમણે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ પણ 31 માર્ચથી લંબાવીને 30 જૂન, 2020 કરી હતી. તેવી રીતે જીએસટી રિટર્ન ફાઇલિંગની તારીખમાં વિસ્તરણ, જીએસટી રીટર્ન ફાઇલ કરવા ઉપર લેટ ફી કે દંડ નાબૂદ કરવો, કંપનીઓ દ્વારા ડિફોલ્ટ માટે થ્રેશોલ્ડ વધાર્યો ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી કોડ હેઠળ કંપનીઓ માટે ડિફોલ્ટના કિસ્સામાં થ્રેસોલ્ડની લિમિટેડ રૂ.1 લાખથી વધારીને રૂ. 1 કરોડ કરી અને ઇન્સોલ્વન્સી કોડની કેટલીક કલમોને સ્થગિત રાખવાનું વચન આપ્યું છે.

(12:50 am IST)