Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

અમદાવાદમાં સગીરાના બિભસ્ત ફોટો વાઈરલ કરવાની ચિમકી આપી 15 લાખની ખંડણી માંગનાર ત્રણ યુવકોને ઝડપી લેવાયા

આરોપીએ તેણે ડરાવી ધમકાવીને તેના બિભસ્ત ફોટા પોતાના મોબાઈલમાં મંગાવ્યા હતા.

અમદાવાદ: સગીરાના બિભસ્ત ફોટો વાઈરલ કરવાની ચિમકી આપી 15 લાખની ખંડણી માંગતા ત્રણ યુવકોને સરદારનગર પોલીસે ઝડપી લીધા છે. પોલીસ તપાસમા ટીનેજર્સ યુવતીની સહેલીના મંગેતર દ્વારા આરોપીઓ તેના સંપર્કમાં આવ્યા હતાં. આરોપીઓએ યેનકેન પ્રકારે યુવતીને ડરાવી ધમકાવી તેના બિભસ્ત ફોટા મંગાવ્યા હતા. બાદમાં આ ફોટાનો ઉપયોગ યુવતીના માતા-પિતા પાસેથી પૈસા પડાવવાની યોજના માટે કર્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ આરોપી યુવકોએ એક ગ્રૃપમાં આ ફોટા પણ મુકી દીધા હતા.

બનાવની વિગત મુજબ, ટીનેજર્સ યુવતી ચાર મહિના પહેલા તેની મિત્રના ફિયાન્સ સાથે સંપર્કમાં આવી હતી. સહેલીના ફિયાન્સે કિશોરીની મુલાકાત તેના અન્ય મિત્રો સાથે કરાવી હતી. ત્રણે મિત્રો ભેગા થઈને ટીનેજર્સ યુવતીને મિત્રતા રાખવા માટે દબાણ કરતા હતા. જેમાં એક આરોપીએ તેણે ડરાવી ધમકાવીને તેના બિભસ્ત ફોટા પોતાના મોબાઈલમાં મંગાવ્યા હતા. આ ફોટો મિત્રોએ તેમના ગ્રુપમાં વાયરલ કર્યા હતા. થોડા સમય બાદ આ ફોટોના આધારે આરોપીઓએ કિશોરીના પિતા પાસે રૂપિયા 15 લાખની માંગ કરી હતી. આરોપી યુવકોએ આ ફોટો કિશોરીના માતા-પિતાને બતાવી રૂ.15 લાખ નહીં આપો તો ફોટો અમે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશું.

જોકે, કિશોરીના પિતાએ મચક આપ્યા વગર આ ઘટનાની જાણ પોલીસને કરતા સરદારનગર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. સરદારનગર પીઆઈ એચ.બી.પટેલએ જણાવ્યું હતું કે, આ ગુનાના ત્રણ આરોપી રોહિત, નિકુંજ અને જીતુની ધરપકડ કરવામાં આવી છે. આગળની તપાસ ચાલી રહી છે

(11:00 pm IST)