Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

27મીએ અમદાવાદ સહિતના શહેરોમાં જોવા મળશે 'બ્લડ મૂન '':સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ

અમદાવાદ : સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 27 જુલાઈના રોજ અમદાવાદ સહિત દેશના દરેક શહેરોમાં જોવા મળશે. દરમિયાન ચંદ્રમા થોડો લાલ રંગનો હશે. ખગોળીય ઘટનાનેબ્લડ મૂનકહેવામાં આવે છે.

   એમપી બિરલા પ્લેનેટેરિયમના ડિરેક્ટર દેવીપ્રસાદ દુઆરીએ જણાવ્યું હતું કે,’ભારતના લોકો નસીબદાર છે કે તેમને આંશિક અને પૂર્ણ એમ બન્ને ગ્રહણ દેશના દરેક શહેરોમાંથી જોવા મળશે. ભારત ઉપરાંત દક્ષિણ અમેરિકા, આફ્રિકા, પશ્ચિમ એશિયા અને મધ્ય એશિયાના કેટલાક શહેરોમાં જોવા મળશે.
  
પૂર્ણ ચંદ્ર ગ્રહણ એક કલાક 43 મિનિટનું હશે જ્યારે આંશિક ગ્રહણ એક કલાકથી વધારે સમયનું હશે. આંશિક ચંદ્ર ગ્રહણ 27 જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર રાતે 11 કલાક 54 મિનિટે શરુ થશે જ્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ 28 જુલાઈના રોજ મોડી રાતે એક વાગે શરુ થશે

(12:18 am IST)