Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

જાંબુસરમાં સુતેલી મહિલાને ચપ્પુના ઘા ઝીકી હત્યાના બે આરોપીને આજીવન કેદ:ભરૂચની સેશન્સ કોર્ટે ફટકારી સજા

 

જંબુસરમાં રાત્રિ દરમિયાન ખાટલા પર સુતેલી મહિલા પર ઉપર છાપરી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર મૃતકના પ્રેમી અને તેના સાથીદારને ભરૂચની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે  

  અંગેની વિગત મુજબ મૂળ જંબુસરની મીનાબેન તેના પતિ સાથે વાગરા તાલુકાના લખીગામ ખાતે રહેતી હતી. તે સમયે તેનું નરેશ દેવજી ગોહિલ સાથે પ્રેમ સંબંધો હતા. સંબંધોના કારણે મીનાને તેનો પતિ શારિરીક અને માનસિક ત્રાસ આપતો હોય મીના તેના પિતાને ત્યાં જંબુસર રહેવા ગઇ હતી.

 મીનાએ તેના પતિ સાથે પણ સંબંધો તોડી નાંખતા નરેશ દેવજી ગોહિલ, તેની પત્ની હંસા અને નરેશની ચા-નાસ્તાની કેબિન પર કામ કરતો દિલીપ પાસીએ ચાર-પાંચ વર્ષ પહેલા જંબુસર મુકામે રાત્રિ દરમિયાન પોતાના ઘરની બહાર તેની માતા સાથે ખાટલા પર સુતેલી મીનાને નરેશ અને દિલીપ બંનેએ ચપ્પુના ઘા મારી હત્યા કરી ફરાર થઇ ગયા હતા

.જે અંગેની ફરિયાદ જંબુસર પોલીસ મથકે નોંધાઇ હતી. જેમાં પોલીસે હત્યારા નરેશ અને દિલીપ બંનેની ધરપકડ કરી હતી. જે અંગે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતા ભરૂચના ત્રીજા એડી. શેસન્સ જજની કોર્ટમાં કેસ ચાલવા પર આવ્યો હતો.

 જેમાં ફરીયાદ પક્ષે સરકારી વકીલ રૂગેશ.જી. દેસાઇએ દસ્તાવેજી પુરાવઓ રજુ કરી ધારદાર દલીલો કરી હતી જેને કોર્ટે ગ્રાહ્ના રાખી નરેશ દેવજી ગોહિલ અને દિલીપ પાસીને ગુનેગાર ઠેરવી બંનેને આજીવન કેદની સજા ફટકારી છે

(11:56 pm IST)