Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

સુરતમાં છ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો :નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા :ખાડીઓ ભયજનક સપાટીએ ;વરાછાના બરોડા પ્રિસ્ટેજમાં દુકાનોમાં પાણી ઘુસ્યા

સુરત :સુરતમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 6 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો ફસાઈ ગયા હતા.જ્યારે સુરતમાંથી પસાર થતી ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે.ભારે વરસાદના કારણે વરાછામાં બરોડા પ્રિસ્ટેજ ખાતે આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

(11:00 pm IST)