Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

અમદાવાદ :સ્કૂલમાં ડીઝીટલ બોર્ડ મુકવાના નામે વધારાની ફી ઉઘરાવતા વાલીઓનો વિરોધ

અમદાવાદ ;રાજ્યમાં બેફામ ફી વધારા સામે વાલીઓના આંદોલન થયા સસમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો સરકાર પણ સક્રિય બની છત્તા શાળા સંચાલકો પોતાની ભૂખ ભાંગવા અવનવા ગતકડાં કરીને વાલીઓને ખંખેરી રહયાના કિસ્સા બહાર આવતા રહ્યાં છે ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારની નિશાંત સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. ડિઝીટલ બોર્ડ મુકવાના નામે અહીં વાલીઓ પાસેથી વધારાની ફી ઉઘરાવવામાં આવી રહી છે જેનો વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. અને સ્કૂલ સંચાલકોની દાદાગીરીની હદ તો ત્યારે થઈ કે તેઓએ મીડીયાને પણ કશું કહેવાનો ઈન્કાર કરી દીધો હતો

(10:06 pm IST)