Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

દાહોદ: 1.74 લાખની નકલી નોટ સાથે ત્રણ શખ્શોની ધરપકડ; એસઓજીએ બાતમીના આધારે ઝડપી લીધા

નકલી નોટો, કાર તેમજ મોબાઈલ સહિત 5,07,000 નો મુદ્દામાલ કબ્જે:કોની કોની સંડોવણી ?;તપાસ શરૂ

દાહોદઃ એસઓજી પોલીસે બાતમીના આધારે 1 લાખ 74 હજાર 900ની નક્લી નોટો સાથે ત્રણ શખ્શોની ધરપકડ કરી છે. પકડાયેલામાં અમદાવાદના જીગ્નેશકુમાર રમણલાલ પટેલ અને જુબિન રમેશ ભાઈ પટેલ તેમજ ગાંધીનગરના દેવેન્દ્ર તેજાભાઈ પરમાર પાસેથી 2 હજારની દરતી 65 નોટ, 500ના દરની 71, 200ની દરની 47 નોટો એક સરખી સીરીઝ વાળી જપ્ત કરી છે.

  એસઓજી પોલીસે બાતમીના આધારે દાહોદના સંજેલી તાલુકાના ઇચાડી ગામમાંથી એક કારમાંથી નકલી નોટો કબ્જે કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ મહારાષ્ટ્રમાંથી નકલી નોટો લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું તથા તમામ નકલી નોટો દાહોદના ઢાળસીમળ ગામે એકના ડબલ કરવા માટે લાવ્યા હોવાનો ખુલાસો કર્યો હતો.

 હાલ પોલીસે નકલી નોટો, કાર તેમજ મોબાઈલ સહિત 5,07,000 નો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર પ્રકરણમાં કોની કોની સંડોવણી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

(10:02 pm IST)