Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

દેશમાં પ્રોફેશનલ હેર પ્રોડક્ટનું કુલ ૧૨૦૦ કરોડનું માર્કેટ કદ

ગોદરેજે ગોદરેજ પ્રોફેશનલ બ્રાન્ડ લોન્ચ કરીઃ ભારતીયોના વિવિધ પ્રકારના વાળને ધ્યાનમાં રાખી શેમ્પુ, માસ્ક અને સ્ટાઇલીંગ સીરમ સહિતની સૌપ્રથમ કેર રેન્જ

અમદાવાદ,તા.૩: ભારતમાં પ્રોફેશનલ હેર પ્રોડક્ટનું માર્કેટ અંદાજે રૂ.૧૨૦૦ કરોડનું થવા જાય છે, જેમાં ૯૦ માર્કેટ મલ્ટીનેશનલ કંપનીઓ સ્પર્ધામાં છે. જો કે, હવે ગોદરેજ કન્ઝયુમર પ્રોડક્ટસ લિમિટેડ(જીપીસીએલ) ભારતીય ગ્રાહકોને નવા શ્રેષ્ઠ હેર સોલ્યુશન સાથે માર્કેટમાં એન્ટ્રી મારી છે. ગોદરેજ દ્વારા આજે અમદાવાદ ખાતે ભારતીયોના વિવિધ પ્રકારોના વાળને ધ્યાનમાં રાખીને સલોન પ્રોફેશનલ્સ માટે ગોદરેજ પ્રોફેશનલ બ્રાન્ડ લોન્ચ કરી છે. ભારતના લોકોના વિવિધ પ્રકારના વાળની જાણકારી, તેની માવજત અને સાર-સંભાળ સહિતના તમામ પાસાઓ ધ્યાનમાં લઇ કંપનીએ શેમ્પૂ, માસ્ક અને સ્ટાઇલીંગ સીરમ સહિત સંપૂર્ણ કેર રેન્જ સાથે હેર કલરના ૨૧ આકર્ષક શેડ સાથેની અદ્ભુત બ્રાન્ડ લોન્ચ કરી છે.  આ પ્રસંગે ગોદરેજ દ્વારા ભારતની સૌપ્રથમ ગોદરેજ પ્રોફેશનલ ઓનલાઇન એકેડમી લોન્ચ કરાઇ હતી, જે મોબાઇલ એપમાં સલોનિસ્ટને સતત ચોવીસકલાક ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે એમ અત્રે જીપીસીએલની બ્રાન્ડ ગોદરેજ પ્રોફેશનલના એસોસીએટ વાઇસ પ્રેસીડેન્ટ કેતન ટકલ્કરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ નવી પ્રોફેશનલ બ્રાન્ડ લોન્ચ કરતાં પહેલા ગોદરેજ દ્વારા અમદાવાદ શહેરમાં આવેલા તમામ સલોન અને બાર્બરશોપનો એક ખાસ સર્વે પણ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય ગ્રાહકોના વાળ, તેની ટ્રીટમેન્ટ અને ગ્રાહકોની સમસ્યા સહિતના અનેકવિધ પાસાઓને લઇ જાતમાહિતી મેળવાઇ હતી અને તેની પર ઉંડુ સંશોધન અને અભ્યાસ કર્યા બાદ નિષ્ણાત તજજ્ઞો, વૈજ્ઞાનિકો અને સલોનીસ્ટની મદદથી સંપૂર્ણ હેર કેર માટે આ નવી ગોદરેજ પ્રોફેેશનલ બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી હતી. આ એક વૈજ્ઞાનિક ઢબે બનાવેલી કલર, કેર, ફિનિશ, બેકવોશ અને ટેકનીકલ પ્રોડક્ટની સંપૂર્ણ રેજ છે.

જે ગ્રાહકોના વિવિધ પ્રકારના વાળ, તેમની સમસ્યા અને નિવારણ સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે. જીપીસીએલની બ્રાન્ડ ગોદરેજ પ્રોફેશનલના એસોસીએટ વાઇસ પ્રેસીડેન્ટ કેતન ટકલ્કરે વધુમાં ઉમેર્યું હતું કે, વાળની સંપૂર્ણ માવજત, સારસંભાળ અને દરેક સમસ્યાનું નિવારણ કરતી અમારી આ નવી પ્રોફેશનલ બ્રાન્ડ સલોનીસ્ટ અને બાર્બર માટે બહુ ઉપયોગી પુરવાર થશે. સલોનીસ્ટની કુશળતા વધારવા અને તેમને વાળની માવજત સંબંધી જાણકારી અને માર્ગદર્શન આપવાના હેતુસર અમે ઓનલાઇન એજયુકેશન એકેડમી પણ શરૂ કરી છે, જે મોબાઇલ એપ મારફતે તેઓ ચોવીસ કલાક ઉપયોગી માહિતી મેળવી શકશે. જાણીતા સેલેબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ રાયન ડિ રોઝારિયો, સીલ્વિયા શેન અને આશા હરિહરન જેવા હેર ઇન્ડસ્ટ્રીઝના મોટા દિગ્ગજોએ આ વિશિષ્ટ રેન્જ બનાવવા ગોદરેજ કંપની સાથે મળી બહુમૂલ્ય સહયોગ આપ્યો છે.  આ સંપૂર્ણ હેર કેર રેન્જની વિશેષતા એ છે કે, નો એમોનિયા ક્રીમ હેર કલર રેન્જ સ્વસ્થ વાળ માટે આર્ગન ઓઇલ સાથે વાળનો રંગ લાંબા સમય સુધી જળવાઇ રહે અને સો ટકા ગ્રે કવરેજ આપે એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. હાઇલિફ્ટ કલર ફોર્મ્યુલેશનન્સની કલર પ્લે રેન્જ જુદા જુદા શ્રેષ્ઠ કલર આપે છે, જે ભારતીય  ઘાટા વાળ પર ઉડીને આંખે વળગે તેવા પરિણામો આપે છે એમ ટકલ્કરે ઉમેર્યું હતું.

(9:57 pm IST)