Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

રાજ્યમાં NDRFની 15 ટીમને એલર્ટ કરાઈ : વધારાની છ ટીમ વડોદરા અને 3 ટીમ ગાંધીનગરમાં સ્ટેન્ડબાય

અમરેલી, બનાસકાંઠા, જામનગર, સુરત, વલસાડ અને તાપીમાં NDRF ની ટીમ તૈનાત

અમદાવાદ :રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈ વેધર વોચ કમિટીની બેઠક મળી હતી.જેમાં થયેલી ચર્ચા મુજબ, સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. બેઠકમાં નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ૧૫ ટીમને એલર્ટ કરાઇ છે જે પૈકી અમરેલી, બનાસકાંઠા, જામનગર, સુરત, વલસાડ અને તાપી એમ છ સ્થળે NDRFની ટીમ તૈનાત કરાઈ છે  જ્યારે વધારાની છ ટીમ વડોદરા અને ૩ ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ બાય રખાઈ છે. આ બેઠકમાં માર્ગ-મકાન, સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વીજ કંપનીઓ, વાહન વ્યવહાર વગેરે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિભાગની સજ્જતા વિશે માહિતી આપી હતી.

(8:55 pm IST)