Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

પાટણમાં મોતીશા દરવાજા પાસે યુવતી પર દુષ્કર્મ ગુજારવાના આરોપસર વકીલ સહીત બે વિરુદ્ધ ફરિયાદ

પાટણઃ પાટણ શહેર નજીક મોતીશા દરવાજા પાસે ધોળા રોજા બાવાની દરગાહ પાસેથી રવિવારે સાંજે દર્શનાર્થે ચાલતા જઇ રહેલી મુસ્લિમ યુવતીને પાટણના વકીલ પંકજ વેલાણી અને તેની સાથેના અન્ય એક શખ્સ દ્વારા તમારું કામ છે તેમ કહી ગાડીમાં બેસાડી દરગાહ પાછળની ઝાડીમાં લઇ જઇ ગાડીની પાછળની સીટમાં જબરજસ્તીથી વારાફરતી દુષ્કર્મ આચર્યું હોવાની પીડિત મહિલાએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાને લઇ વકીલ મિત્રોમાં પણ ચકચાર સર્જાઇ હતી. દરમ્યાન વકીલ પંકજ વેલાણીએ ખોટી ફરિયાદ દાખલ કરવા મામલે ધારાસભ્ય કિરીટ પટેલ સામે આક્ષેપ કર્યા હતા. જોકે ધારાસભ્યે તેને ખોટા આક્ષેપો કરવાની ટેવ હોવાનું જણાવ્યું હતું.

પાછળથી ગાડીમાં સાંઈબાબા મંદિર પાસેના હારિજ ત્રણ રસ્તા પાસે ગાડીમાંથી ઉતારી કોઈને જાણ કરીશ તો હું વકીલ છું તને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી રવાના થઈ ગયા હતા. બનાવથી ડઘાઈ ગયેલી યુવતીએ મોબાઈલ દ્વારા બહેનપણીને સઘળી હકીકત જણાવી હતી. અને માર્ગ પરથી પસાર થતા અજાણ્યા રાહદારીને યુવતી ગભરાયેલી જોવા મળતા તેને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

(6:47 pm IST)