Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

મહેસાણામાં સમાજના ડરથી કંટાળી પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું

મહેસાણામહેસાણા પંથકના લીંચ ગામે મુવાડાની સીમમાં સોમવારે સવારે 8-30 વાગે લગ્ન અશક્ય જણાતાં ગામના એક કુટુંબના યુવક અને યુવતીએ શરીરે કેરોસીન છાંટી સળગીને આપઘાત કરી લીધો હતો. ઘટનાને લઇ ચકચાર મચી ગઇ હતી. ગુજરાતમાં પ્રથમ કહી શકાય તેવા ચકચારી કિસ્સામાં યુવક-યુવતી ઘરેથી કુદરતી હાજતે જવાનું કહીને નીકળ્યા બાદ ઝાડીઓ વચ્ચે શરીર પર કેરોસીન છાંટી જીવતા સળગ્યા હતા અને બચવા માટે દોટ લગાવતાં ફસડાઇ પડ્યા હતા. બંને પ્રેમીપંખીડાના ઘટના સ્થળે કરૂણ મોત થયાં હતાં.

લીંચ ગામના અતુલજી જગાજી ઠાકોર (20)ને કોમલ રમણજી ઠાકોર (19) સાથે પ્રેમસંબંધ હતો, પરંતુ એક ગામ અને એક કુટુંબના હોવાથી લગ્ન અશક્ય હતા. સંજોગોમાં 3 મહિના પૂર્વે કોમલનાં લગ્ન થઇ જતાં અતુલે પણ જ્ઞાતિની યુવતી સાથે સગાઇ કરી લીધી હતી. 15 દિવસથી પિયરમાં આવેલી યુવતી સોમવારે સવારે કેરોસીન ભરેલું ડબલું લઇને, જ્યારે અતુલજી હાથમાં પાણીની બોટલ લઇને ઘરેથી કેટલેક દૂર ઓએનજીસીના વેલ પાસે બાવળની ઝાડીમાં ભેગા થયા હતા અને લગ્ન અશક્ય જણાતાં શરીર પર કેરોસીન રેડી જીવતા સળગ્યા હતા.

(6:46 pm IST)