Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

કલોલ તાલુકા નજીક 6 વર્ષીય ભત્રીજી પર કાકાની નજર બગડી

વડોદરા:ના કાલોલ તાલુકાના એક ગામની વર્ષની બાળકી સાથે 32 વર્ષના કાકાએ ફોસલાવી શારિરીક અડપલા કરતા રંગે હાથ ઝડપાતા બાળકીના માતા પિતાએ નરાધમ કાકા વિરૃદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી પોસ્કો ધારા હેઠળ તપાસ કાર્યવાહી હાથ ધરી છે. કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વર્ષની માસુમ ભત્રીજી સાથે 32 વર્ષીય નરાધમ કાકા શારિરીક અડપલા કરતા રંગે હાથ ઝડપાતા હડકંપ મચી જવા પામ્યો છે.

કાલોલ તાલુકાના સણસોલી તરફના એક ગામના માતા પિતા તેમની વર્ષની દીકરીને ઘરના પાડોશમાં રહેતા કાકા કાકીને સોંપીને એક સામાજિક પ્રસંગે બહાર ગયા હતા. સામાજિક પ્રસંગ પતાવી માતા પિતા જયારે બપોરના સુમારે પોતાના ઘરે આવ્યા ત્યારે ઘરનો બંધ દરવાજો ખોલીને જોતાં ઘરના પહેલા ખંડમાં પડોશી કાકો વર્ષની બાળકીના કપડાં કાઢી શારિરીક અડપલા કરતો રંગે હાથ ઝડપાયો હતો. જેથી માતાપિતાને જોઇને હેબતાઇ ગયેલા કાકા ધક્કો મારીને ભાગી ગયો હતો. જેથી બુમાબુમ કરતા પડોશી મહિલાઓ દોડી આવી હતી.

(6:46 pm IST)