Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

નડિયાદ નજીક રાધનપુરમાં મહિલા 80 ફૂટ ઊંડા ખાડામાં પટકાતા ગંભીર રીતે ઇજા

નડિયાદ:પાસેના ચકલાસી પંથકના પરા વિસ્તારમાં એક મહિલા એકાએક ૮૦ ફુટ ઉંડા કૂવામાં જઈ પડી હતી.સ્થાનિકોએ આ ઘટના જોતા તેઓએ ફાયર બ્રિગ્રેડને જાણ કરી હતી. ફાયરબ્રિગ્રેડના જવાનોએ આ મહિલાને રેસક્યુ કરી જીવતી બચાવી લીધી હતી. આ બનાવમાં  પ્રાપ્ત થતી વિગતો અનુસાર નડિયાદ તાલુકાના ચકલાસી તાબેના રાઘુપુરા ગામે કૃષ્ણનગરમાં ગત્ રવિવારની રાત્રે એક મહિલા એક ઉંડા કૂવામાં પડી ગઈ હતી. આકસ્મિક રીતે પડી ગયેલી આ મહિલાને આસપાસના લોકોએ જોઈ હતી. તેથી આ મહિલા જેવી અંદર પડતા સ્થાનિકો દોડી આવ્યા હતા. આ અંગે નડિયાદ ફાયરબ્રિગ્રેડનો સંપર્ક કરવામાં આવતા ફાયરબ્રિગ્રેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ રસ્સા વડે એક લોખંડના પલંગની મદદથી કૂવામાં ઉતરેલા જવાનોએ રેસક્યુ કરી આ મહિલાને જીવતી બહાર કાઢી હતી. ડરી ગયેલી આ મહિલાને શરીરે ઈજાઓ પહોંચી હતી. તેથી તેણીને તુરંત સારવાર અર્થે  નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

(6:46 pm IST)