Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

વડોદરા નજીક પિત્ઝાની ડિલિવરી કરવા નીકળેલ યુવકને ચોર સમજી લોકોએ માર માર્યો

વડોદરા: સમા વિસ્તારમાં મોડી રાત્રે પિત્ઝાની ડિલીવરી કરવા નીકળેલા સોની જ્ઞાાતીના યુવકને ચોર સમજીને માર મારવામાં આવતા યુવક હાલમાં ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. બીજીતરફ પોતાની જ્ઞાાતીના યુવક પર થયેલા હુમલાની યુવકના પરિવારજનોએ સમાજમાં જાણ કરતા શહેરના સોની બજારમાં બનાવથી ભારે રોષ ફેલાયો છે અને તેઓએ બનાવમાં સામેલ તમામ હુમલાખોરો સામે કડક પગલા લેવા માટે ઉચ્ચસ્તરે રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે

(6:46 pm IST)