Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

વડોદરાના મકરપુરામાં અગાઉ યુવતીની આત્મહત્યાનો ભેદ ઉકેલાતા બિહારી યુવાનને ફાંસીની સજા

વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં જશોદા કોલોનીમાં એક વર્ષ પહેલા પરપ્રાંતિય એક યુવતીના સળગી જવાના રહસ્યમય બનાવનો ભેદ બિહાર પોલીસે ઉકેલ્યો છે અને આ કેસમાં યુવતીની સાથે ભાડેથી રહેવા માટે આવેલા યુવાનને બિહારની ગોપાલગંજ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. યુવતીના સળગી જવાના આ બનાવે મકરપુરા વિસ્તારમાં ગત એપ્રિલ માસમાં ભારે ચકચાર જગાવી હતી. જશોદા કોલોનીમાં રહેતા રામલાલ નહેરુલાલ કુશ્વાહના મકાનમાં એપ્રિલ-૨૦૧૭માં  અજીતકુમાર ગૌતમપ્રસાદ નામનો યુવક એક યુવતીને  સાથે લઈ ભાડેથી રહેવા આવ્યો હતો. અજીતે તેની સાથેની યુવતીને પોતાની પત્ની તરીકે ઓળખાવી હતી.
 

(6:45 pm IST)