Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

આણંદના તારાપુરમાં ગટરમાં કામ કરવા ઉતરેલ યુવાનનું મોત

આણંદ: જિલ્લાના તારાપુરમાં ગટર લાઈનમાં કામ કરવા ઉતરેલ એક યુવાનનું કરુણ મોત નિપજતા ચકચાર મચી હતી. આ ઘટનામાં ગટર લાઈનનું કામકાજ ચાલી રહ્યુ હતું. આ સમયે એકાએક ભેખડ ધસી પડતા યુવાન તેની નીચે દટાયો હતો. આસાપાસના લોકોને અવાજ સંભળાતા જ સ્થળ પર દોડી આવ્યા હતા.જ્યાં ભારે જહેમત બાદ યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં તારાપુર પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આજ રોજ સવારના સુમારે તારાપુરના ઈલાપાર્ક પાસે ગટર લાઈનનું કામકાજ ચાલી રહ્યું હતું.આ ગટર કામનું કામકાજ કરવા ઉતરેલા વિજય નગીનભાઈ વાલ્મીકી ઉ.વ.૨૭ કામ કરી રહ્યો હતો. આ સમયે ગટર લાઈનમાં એકાએક ભેખડ ધસી આવી હતી. જેની નીચે ઉક્ત યુવાન દટાયો હતો. આ ઘટનામાં ભેખડના અવાજથી આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. આ યુવાનને આસપાસના લોકોએ ભારે જહેમતથી માટીની નીચેથી બહાર કાઢ્યો હતો.
 

(6:45 pm IST)