Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

પાટણમાં યુવતી પર બળાત્કાર ગુજારનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

પાટણ:માં એક યુવતી પર થયેલા ગેંગરેપની ઘટનામાં પાટણના એક વકીલની કથીત રીતે થયેલી સંડોવણીને લઈ આજે દિવસ દરમિયાન અસમંજસભરી સ્થિતિ ઉભી થઈ છે અને આ ઘટનામાં વકીલ ખુદે સોશીયલ મીડીયામાં પોતાનો બચાવ કરતી વિડીયો ક્લીપ ફરતી કરતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. આ અંગે પાટણ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈએ આપેલ માહિતી અનુસાર પાટણના કાલી બજારમાં એક યુવતી દરગાહેથી પરત ફરી રહી હતી ત્યારે એક ગ્રે કલરની ગાડી આવી હતી અને તેને એક અજાણ્યા શખસે ગાડીમાં બેસાડી હતી અને અજાણ્યો શખસ તેમજ પંકજ ગાડી ચલાવતો હતો અને મને દરગાહની પાછળ અવાવરુ જગ્યાએ લઈ જઈ કુકર્મ કર્યું હતું અન  બાડીયા રોડ પર ઉતારી દીધી હતી અને ત્યાંથી  ૧૦૮ દ્વારા ધારપુર સિવિલમાં ગઈ હતી. પોલીસે આ અંગે તપાસનો દોર શરૃ કર્યો છે.

(6:45 pm IST)