Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

નડિયાદમાં ભર બપોરે મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી ગઠિયો છૂમંતર

નડિયાદ:શહેરના હાર્દસમાં વાહનોની અવર-જવરથી ધમધમતા મીશનરોડ ઉપર કોમ્પ્લેક્ષમાં દાદર ચઢતી મહિલાના ગળામાંથી કોઈ ઈસમ સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયો હતો. ભરબપોરે બનેલ ચીલઝડપની ઘટનાને લઈ લોકોમાં ફ્ફડાટ વ્યાપી ગયો છે

આધારભૂત સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ મીશનરોડ ઉપર ચર્ચ સામે રામતલાવડી પાસે કોમ્પ્લેક્ષ આવેલ છે. આજે બપોરે એક મહિલા કોમ્પ્લેક્ષમાં દાદરો ચઢી ઉપરના માળે જઈ રહી હતી ત્યારે દાદરા વચ્ચે એક અજાણ્યો ઈસમ ઉભો હતો. ત્યારે મહિલાની પાછળ ચઢેલ ગઠીયો મહિલાના ગળામાંથી સોનાનો દોરો આંચકી આંખના પલકારામાં નાસી ગયો હતો. અચાનક બનેલ બનાવથી હતપ્રત થઈ ગયેલ મહિલાએ બૂમાબૂમ કરતા લોકોના ટોળે ટોળા એકઠાં થઈ ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પરંતુ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસમાં મથકમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી

(6:44 pm IST)