Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ખેડાના પાંચ હાટડી વિસ્તારમાં ટ્રેકટર હડફેટે બાળકને ગંભીર ઇજા

ખેડા:પાંચ હાંટડી વિસ્તારમાંથી પસાર થતા પરિવારને ટ્રેક્ટરે ટક્કર મારતા બાળકને ઈજા થઈ હતી

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડામાં રહેતા ભરતભાઈ પરસોત્તમભાઈ ભાનુશાલી ગત તા.૩૦--૧૮ ની રોજ આઠ વાગે પરિવાર સાથે પાંચ હાંટડી વિસ્તારમાંથી જઈ રહ્યાં હતા. ત્યારે પૂરપાટ ઝડપે પસાર થતાં ટ્રેક્ટર નં. જીજે-૦૭ બીઆર-૪૫૬૧ ટક્કર મારતા કિર્તીકુમાર (ઉં..૧૫)ને ઈજા થઈ હતી. બનાવ અંગે ભરતભાઈ પરસોત્તમભાઈ ભાનુશાલીની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

(6:44 pm IST)