Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ભાલેજ પોલીસે ખેતરમાં છાપો મારીને ત્રણ શખ્સોને હારજીતનો જુગાર રમતા ઝડપ્યા

ભાલેજ: પોલીસે આજે સાંજના સુમારે સીમમાં આવેલા ખેતરમાં છાપો મારીન ેત્રણ શખ્સોને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ભાલેજ પોલીસને હકિકત મળી હતી કે, મખદુમ પાર્ક સોસાયટીની સામે આવેલા ખેતરમાં લીમડાના ઝાડ નીચે કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે છાપો મારતાં બસીર ઉમેદખાન પઠાણ, મહંમદમીંયા હસનમીંયા મલેક તથા યાસીનમીંયા ગફુરમીંયા મલેક ઝડપાઈ જવા પામ્યા હતા જેમની પાસેથી રોકડા ૮૫૦ મળી આવતાં પોલીસે તે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

(6:44 pm IST)