Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

આણંદના રેલવે વિસ્તારમાં અપમૃત્યુના બે બનાવમાં બે શખ્સોના મોત

આણંદ:રેલવે પ્લેટફોર્મ અને ભાલેજ બ્રીજ નીચેથી બે શખ્સો કુદરતી રીતે મરણ પામેલી હાલતમાં મળી આવતાં અંગે રેલવે પોલીસે અકસ્માતે મોતના બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે

મળતી વિગતો અનુસાર પ્લેટફોર્મ નંબર બે ઉપર આવેલી પાણીની ટાંકી પાસેથી એક ૪૮ વર્ષીય શખ્સ મરણ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેણે શરીરે લાલ,કાળી અને પીળી ડીઝાઈનવાળો શર્ટ તેમજ સફેદ લેંઘો પહેર્યો હતો. ડાબા હાથે હરી ઓમ અને જમણા હાથે ત્રીશુલ ત્રોફાવેલું છે

જ્યારે બીજા બનાવમાં ભાલેજ બ્રીજ નીચેથી એક ૩૫ વર્ષીય યુવાન કુદરતી રીતે મરણ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેણે કાળા, સફેદ અને લાલ પટ્ટાવાળુ શર્ટ તેમજ કાળુ પેન્ટ પહેર્યું છે અને જમણા કાંડે જેએમ તેમજ દિલમાં આરએચ ત્રોફાવેલું છે. વર્ણનના આધારે પોલીસે તેમના વાલીવારસોની શોધખોળ હાથ ઘરી છે.

(6:44 pm IST)