Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

અમદાવાદમાં બીઆરટીએસ બસે યુવકને હડફેટે લેતા લોકોમાં રોષ ભભુકયોઃ બસ ઉપર પથ્‍થરમારો

અમદાવાદઃ 132 ફુટ રિંગ રોડ પર મેમનગર વિસ્તારમાં આવેલા વાળીનાથ ચોકમાં આજે બીઆરટીએસની બસે 22 વર્ષના એક યુવકને અડફેટે લેતા રોષે ભરાયેલા લોકોએ બે બસો પર પથ્થરમારો કર્યો હતો. લોકોનું ટોળું ભેગું થઈ જતાં પોલીસ અને બીઆરટીએસના અધિકારીઓ ઘટનાસ્થળ પર ધસી ગયા હતા, અને સ્થિતિની ગંભીરતાને જોતા બસ સેવા અટકાવી દેવામાં આવી હતી.

(5:45 pm IST)