Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

મહેસાણા રેલ્‍વે સ્‍ટેશને સમોસા વેચીને ગુજરાન ચલાવતો પરપ્રાંતીય યુવક ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા કચડાઇ મર્યો

મહેસાણાઃ મહેસાણા રેલ્‍વે સ્‍ટેશને ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા પરપ્રાંતીય યુવકનું મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી માહિતી પ્રમાણે મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોમ નંબર 1 ઉપર બેંગ્લોરથી જોધપુર જતી ટ્રેન આવી રહી હતી. તે દરમિયાન ટ્રેનમાં સમોસા જેવો નાસ્તો વેચીને ગુજરાન ચલાતો યુવક બેંગ્લોરથી જોધપુર તરફ જતી ટ્રેનમાં નાસ્તા વેંચતા વેંચતા મહેસાણા આવ્યો હતો. આ યુવક ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવા ગયો અને તેનો પગલ લપસતા અચાનક ટ્રેન નીચે આવી ગયો હતો. જેથી ટ્રેન નીચે કચડાઇ જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના સવારે 10થી 11 વચ્ચે બની હતી. ઘટનાની જાણ થતાં રેલવે સ્ટેશન ઉપર હાજર મુસાફરોના ટોળાં એકઠાં થયા હતા જ્યારે રેલવે પોલીસ પણ સ્થળ ઉપર પહોંચીને કાર્યવાહી હાથધરી હતી.

પોલીસે પહેલા મૃતક યુવકની ઓળખની કામગીરી હાથધરતા તેનું નામ ગૌરવ શિવકુમાર પ્રજાપતિ હતું. 18 વર્ષીય ગૌરવ મૂળ ઉત્તર પ્રદેશના અરિયા જિલ્લાના છબલપુર ગામનો વતની હતો. જે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવેલી નાસ્તાના સ્ટોલ ઉપર કામ કરતો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ યુવક ટ્રેનમાં સમોસા જેવો નાસ્તો વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પોલીસે ગૌરવની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસને મૃતક પાસેથી મૃતકનું પૈસાનું પાકિટ પડ્યું હતું. જેમાં પૈસા સાથે કેટલા કાગળ હતા.

(5:39 pm IST)